Archive for જાન્યુઆરી, 2015

‘જગત’

જગત
ગત એટલે જે જતું રહયું છે તે. પરંતુ આપણી સમક્ષથી બધી વસ્તુઓ, બધા વિચારો શાથી જતા રહે છે? એનું કારણ છે ગતિ. અને આ ગતિને કારણે જે  જન્મે છે તે છે જગત. “ગત્યાત જાયતે ઇતિ જગત.” પરંતુ ગતિ તો સાપેક્ષ છે  અને આપણને મન અને જગત બન્ને ગતિમા હોય એવું લાગે છે તો પ્રશ્ન એ છે કે આ ગતિનું કારણ આપણંુ મન છે કે આપણંુ જગત  કે આ બેઉ ? આ શી રીતે નકકી થઇ શકે? એ તો સમાન્ય અનુભવની વાત છે કે સ્વપ્નાવસ્થામા આપણુ મન  કોઇ એવી અવનવી સૃષ્ટિ ખડી કરી દે છે કે જેનું કોઇ અસ્તિત્વ જ નથી. આ ઉપરથી અમે કહી શકાય કે જે મન ઊંઘમાં પણ દોડતું રહે છે તે જાગૃત અવસ્થામાં પણ ગતિમાં હોઇ શકે છે. પરંતુ ગાઢ નિદ્રામાં તો મન કે જગત કશું જ ફરતું દેખાતું નથી. અર્થાત ગતિ જેવું કશું છે જ નહીં. આ ઉપરથી તો એમ કહી શકાય કે જગત તો સ્થિર જ હતુું. હવે વધુ ચકાસણી કરવી હોય તો જગતને સ્થિર કરી મન ગતિમાં છે કે નહીં તે
તપાસવું રહયું. પણ જગતને કેવી રીતે  સ્થિર કરી શકાય?  મને લાગે છે કે આનો  પણ એક ઉપાય છે. જગત એટલે બ્રહ્માંડ અર્થાત એક મોટો ગોળો. જો આ ગોળો ગતિમાં હોય તો તેનો દરેક ભાગ ગતિમાં જ હોવાનો. જો આપણે તેના કોઇ એક ભાગને સ્થિર કરી શકીએ તો આ ગોળો, આ જગત, પણ સ્થિર થઇ જાય.  હવે જરા વિચારો. આપણો આ દેહ જગતનો જ એક ભાગ છે. જો એને સ્થિર કરીએ તો જગત સ્થિર થઇ જાયકે નહીં ? પરંતુ એમ કરવા માટે આ દેહનું સંચાલન કરતા શ્વાસ અને મનને  સ્થિર કરવા ખૂબ જરુરી છે. આ કારણે જ તપસ્વિ સાધકો અંધારી ગુફામાં બેસી પ્રાણાયામ કરતા હશે. અને જયારે તેમને સમાધિ લાગી જાય છે ત્યારે જગત પણ સ્થિર થઇ જાય છે. કેવળ સ્થિર નહીં પણ અદ્રષ્ય થઇ જાય છે.આ ઉપરથી તો એટલું જ પુરવાર થાય છે કે કેવળ મનની ગતિથી આ જગત અસ્તિત્વમાં આવે છે. અને એટલે જ  અમૃતબિન્દુ ઉપનિષદમાં કહયું છે કે
” મન: એવ મનુષ્યાણાં કારણમ્ બંધ મોક્ષયો
બંધાય વિશયાસકત મુકતં અવિશય: સ્મૃતમ્ “
હવે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો એમ કહેવાય કે
ગતિ= અંતર / સમય
પરંતુ અંતર એ તો સ્થળનું માપ છે. તો આપણે કહી શકીએ કે
ગતિ= સ્થળ / કાળ
આમ જો ગતિ શૂન્ય થઇ જાય તો સ્થળ અને કાળ અદ્રષ્ય જ થઇ જાયને?
ગતિ મરી ,બધું મર્યૂં મર્યાં સ્થળ ને કાળ
કહો કોણે રચી હશે આવી માયા જાળ
ઇતિ.

જાન્યુઆરી 6, 2015 at 1:55 એ એમ (am) Leave a comment

2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,800 times in 2014. If it were a cable car, it would take about 30 trips to carry that many people.

Click here to see the complete report.

જાન્યુઆરી 2, 2015 at 12:48 પી એમ(pm) Leave a comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Blog Stats

  • 38,012 hits