Archive for ઓગસ્ટ, 2015
બુદ્ધિનો બંધ
બુદ્ધિનો બંધ
અનુભવોની ઈંટો વડે
સર્જાય છે બુદ્ધિનો બંધ.
ઊંચાઈ તેની વિવેક છે
‘ને પહોળાઈ છે સંયમ.
સત્વ,રજ,’ને તમ તણી
અધખોલી છે ત્રણ બારી.
રહે નિરંતર વહેતું
તેમાંથી વૃત્તિ કેરું વારિ.
વૃત્તિઓ કેરા આ વારિનું
અન્ય નામ તો છે વિચાર.
તે ઉપર નિર્ભર છે સદા
આપણો બધો વ્યવહાર
ગિરીશ દેસાઈ
બુદ્ધિનો બંધ
અનુભવોની ઈંટો વડે, બંધાય છે બુદ્ધિનો બંધ
વિવેક તેની ઊંચાઇ છે, અને ચોડાઈ છે સંયમ
તાજેતરની ટિપ્પણીઓ