Archive for એપ્રિલ, 2009
” શૂન્ય અને અનંત”
શૂન્ય અને અનંત
શૂન્ય અને અનંતમાં ફેર નથી કશો,
શૂન્યના વ્યાપને જ અનંત જાણો.
શૂન્યના વ્યાપમાં વ્યાપ્ત આ સૃષ્ટિ છે
સમજી એ વાત આ સૃષ્ટિ માણો .
અણુ અણુ માહીં આ શૂનયનો વાસ છે,
’ને વસે આ શૂન્યમાં સૃષ્ટિ સારી.
શૂન્યનો આ વ્યાપ જ નેતિ નેતિ બ્રહ્મ છે
એમ કહી રહી સદા વેદ વાણી.
જો હોય ના અનંત, વ્યાપ આ શૂન્યનો,
તો કહો કયાં જઇ વસતે આ સૃષ્ટિ સારી.
જો ઉમટે ના વાદળ કદી આકાશમાં
તો કહો કેમ કરી વરસે નભથી પાણી.
સદાખાલી ખાલી લાગે આ શૂન્ય જે
તે તો જાણજો છે અતિ શકિતશાળી.
કોટી કોટી બ્રહ્માન્ડ ધારતું ઉદરમાં
આ અનંત શૂન્ય જ છે સર્વવ્યાપી.
તાજેતરની ટિપ્પણીઓ