Archive for ઓગસ્ટ, 2007

” Secret of Success”

” Secret of Success”

Life is neither a bed of roses
Nor it is full of thorns,
Then why some people keep crying!
And why some keep blowing their horn!

Sweetness and sorrows are just phases of life
They can make us rejoice or mourn,
The secret of success is in trying to learn
To separate the roses from the thorns.

Girish Desai

ઓગસ્ટ 29, 2007 at 8:49 પી એમ(pm) Leave a comment

“શ્રી રામનો વિસ્મય”

“શ્રી રામનો વિસ્મય”

કર મહીં કાંકરી એક નાની ઉપાડી
ફેકી શ્રી રામે નદી કેરા જળમાં
પડતાંની સાથે તે ડૂબી ગઇ ‘ને
તણાઇ ચાલી તે વહેતા વમળમાં

પથરા જો મારે નામે તરે તો
શાને ડૂબે આ કાંકરી નાની જળમાં !
આમ વિસ્મિત શ્રી રામજીને નિહાળી
બોલ્યાં શ્રી હનુમાન હતાં જે નિકટમાં.

પ્રભુ, તમારે નામે પથરા તરે છે
શંકા કરો કેમ તમે આમ મનમાં !
તમે જ જેને સ્વહસ્તે દો ફગાવી
તો કહો કોણ તારે તેને આ જગતમાં !

ઓગસ્ટ 25, 2007 at 12:52 પી એમ(pm) Leave a comment

” बीजली और बादल ”

घीर घीर आये बदरवा कारे
नाचन लागे मोर
चमके बीजलीयां गरजे बदरवा
भयो बहुत कलशोर

बीजली क्युं गोरी बदरवा क्युं कारे
ए सोचे मनवा मोर
राधा जब बीजली बन नाची
भयो बदरवा नंदकीशोर

ઓગસ્ટ 24, 2007 at 2:59 એ એમ (am) 1 comment

” અવતાર ”

અવતાર

અવતાર શું કેવળ પરમાત્મા જ લઇ શકે ? શાસ્ત્રો અને સંતોના કહેવા પ્રમાણે તો આત્મા અને પરમાત્મા વચ્ચે કશો ભેદ નથી. તો આપણે કેમ અવતાર ન લઇ શકીએ ? હા, આપણે પણ અવતાર તો લઇએ જ છીએ પણ કેવળ આપણા મૃત્યુ પછી જ અને તેને આપણે પુનર્જન્મ કહીએ છીએ. અવતારનો અર્થ છે “નીચે ઉતરવું.” હવે નીચે ઉતરવા માટે બે પરિસ્થિતિનો સુમેળ હોવો ઘણો જરૂરી છે. એક તો એ કે આપણે જીવતા હોઇએ અને બીજું એ કે આપણું સ્થાન ઊંચું હોવું જોઇએ. ઊંચે હોઇએ તો જ નીચે ઊતરાય ને ? એટલે ઉતરતા પહેલા ઉપરતો ચઢવું પડે ને ? મારી સમજ મુજબ આપણને ઉપર ચઢવા એટલે કે ઉન્નતિનો રસ્તો બતાવવા માટે જ પરમાત્મા અવતાર લેતો હોય છે. મારી આ સમજને ટેકો આપવા હું નીચે
પ્રમાણે દલીલ રજુ કરૂં છું.
ગીતામાં કૃષ્ણએ કહયું “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ્ પ્રવર્તતે” હું જ સર્વ જગતની ઉત્પત્તિનું કારણ છું મારે લીધે જ બધું પ્રવર્તે છે. આટલો મોટો અહં રાખનાર કૃષ્ણ અર્જુનનો સારથી કેવી રીતે થયો હશે! એને આમ કરવાનું કારણ શું? કારણ એ કે ખૂદ ભગવાનને પણ અવતરણ કરવા માટે અહંનો ત્યાગ કરવો પડે છે. જો આમ જ હોય તો આપણી તો વાત જ શી કરવી. દિનભર આપણે આપણો અહં ટકાવી રાખવા શું શું કરતા રહીએ છીએ ! અને તેને કારણે આપણે પોતાને માટે તથા બીજાઓ માટે કેટલી મુશીબતો ઉભી કરતાં રહીએ છીએ ! વળી આપણે સહુ સ્વાનુભવે જાણીએ પણ છીએ કે જયારે આ અહંને બાજુ મુકી નમતું જોખીએ, નમ્ર થઇએ, છીએ ત્યારે મુશીબતોથી મુકત પણ થઇ શકાય છે.એટલું જ નહી પણ જેની સમક્ષ નમ્ર થઇએ છીએ તેના મનમાં પણ આપણી પ્રત્યે કાંઇક કૂણી લાગણી જન્મતી હોય છે.અને તે આપણી પ્રત્યે સદ્દ્ભાવ દાખવા પણ પ્રેરાય છે. તે ભલે આપણું માન ન કરે પણ અપમાનતો નહીં જ કરે. આમ એના મનમાં આપણી ઉન્નતી થાય છે અને આપણું પોતાનું મન પણ શાંતિ અનુભવે છે. અને ઉન્નતિને રસ્તે જ્વું જ હોય તો મનની શાંતિ ખૂબ જરૂરી છે. અહંકારનો ત્યાગ કરવાની વૃત્તિ જો અમલમાં મુકીએ તો જરૂર આપણું વ્યકિતત્વ પણ બદલાય છે. જેવો આપણો અહંભાવ તેવો જ આપણો સ્વભાવ અને જેવો આપણો સ્વભાવ તેવું જ આપણું વ્યકિતત્વ. વ્યકિતત્વ બદલીને માણસ દેવ પણ થઇ શકે અથવા દાનવ પણ થઇ શકે. વ્યકિતત્વનું આવું રૂપાંતર તો જીવતા હોઇયે તોજ થાય ને? આમ મૃત્યુને ભેટયાં વગર નવું રૂપ ધારણ કરીએ તેને અવતાર નહીં તો બીજું કહેવાય?
ઇતિ.

ઓગસ્ટ 22, 2007 at 3:56 એ એમ (am) 1 comment

” વેદના ”

સતયુગમાં પઢી પઢીને લોકો શીખતા ‘તા પાઠો ‘વેદ’ ના
કળીયુગમાં લડી લડીને લોકો આણે છે જગમાં વેદના

ઓગસ્ટ 18, 2007 at 3:18 પી એમ(pm) 3 comments

” ચિતા અને ચિંતા ”

ચિતા અને ચિંતા મહીં છે બિંદુ માત્રનો ફેર
ચિતા બાળે મ્રુત્યુ પછી
પણ
ચિંતા કરે જીવતરને ઝેર

ઓગસ્ટ 18, 2007 at 12:37 પી એમ(pm) 4 comments

” લંગડીનો દાવ “

” લંગડીનો દાવ “

જીવનનું વર્તુળ અને તેમાં દોડતો સમય
બાળપણમાં હું હાથ ઊંચા કરી બેઉ પગે
તેને પકડવા દોડતો.અને તે પણ, રખે હું
પડી ન જાઉ તે વિચારે મને પ્રેમથી પકડી
મારા પગ સ્થિર કરતો.
ત્યાં તો
ગયું બાળપણ ’ને આવી યુવા,
કહયું મેં સમયને
તૂં લે લંગડી
આવ મને પકડવા.
સમય ને મેં થકવ્યો તો ખરો પણ
ત્યાં તો
આવ્યું મારું ઘડપણ
અને સમયે મને પકડી પાડયો અને કહયું
“હવે તું લે લંગડી આવ મને પકડવા.”
ભાંગેલા ગોઠણ ‘ને
નબળી આંખો
લીધી મેં લંગડી ‘ને
પડયો પગ ત્રાંસો
વળી કેડ મારી
થયો દેહ વાંકો
પડયો હું ત્યાં ઢગ થઇને
મીચાઇ બેઉ આંખો
ત્યારે
સમયે મને પ્રેમથી ઊચકી લીધો
અને તે બોલ્યો
“માણી લીધીને તેં આ વર્તુળમાં
જીવનની બધી બહાર ?
ચાલ હવે તને બતલાવું,
શું છે
વર્તુળની પેલે પાર”

ઓગસ્ટ 14, 2007 at 1:03 પી એમ(pm) Leave a comment

” સાચું શિક્ષણ “

” સાચું શિક્ષણ “
શી ક્ષણ આવશે સામે !
તે શી રીતે કહેવાય !
‘ને આવશે તે જે ટાણે
હશે તેનો શું ઉપાય!
જે દે સૂઝ સાચી તે ટાણે
તે સાચું શિક્ષણ કહેવાય.

ઓગસ્ટ 13, 2007 at 11:56 પી એમ(pm) Leave a comment

” મયકે નસેમે “

મૈં,મૈં;મૈં,મૈં સબ કરે ઇસ જગમે
યહ જગહી તો હય મયખાના.
મૈં ભી ફસા હું ઇસ મયકે નસેમે
સો મૈંને ખૂદકો હી નહી પૈછાના..

ઓગસ્ટ 10, 2007 at 12:55 એ એમ (am) Leave a comment

” શેષશાયી વિષ્ણુ “

” શેષશાયી વિષ્ણુ ”

આ બે શબ્દોનો સાચો અર્થ શું? શું સાચે જ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર ઊંઘતા રહેતા હશે ?
તો આ સારી સૃષ્ટિની સંભાળ કેવી રીતે રાખતા હશે? મારે હિસાબે
શેષ = બાકી રહેલું, વધારાનું
શાયી = સુતેલું, ઊંઘતુ કે નિષ્ક્રીય અથવા અવ્યકત “ઊંઘતી વ્યકિત પ્રવૃત્તિ ટાણે અવ્યકત જ હોયને”
વિષ્ણુ =જે વિશ્વમાં અને અણુમાં વસે છે તે

“વસતિ વિષ્વેષુ ચ અણુષુ ચ ઇતિ વિષ્ણુ”

આધુનિક જામાનાના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વિશ્વને બે વિભાગમાં વહેચી શકાય. એક ભાગ છે વ્યકત અને બીજો છે અવ્યકત આ અવ્યકત ભાગને તેઓ ડાર્ક યુનિવર્સ તરીકે ઓળખાવે છે. આપણા વેદિક શાસ્ત્રોએ આ અવ્યકત જગતને પ્રકૃતિનું નામ આપ્યું છે. અને તેઓને હિસાબે જયારે આ પ્રકૃતિ ત્રણ ગુણોની પકડમાં આવે છે ત્યારે તેનું સૃષ્ટિના રૂપમાં પરિવર્તન થાય છે. અને આપણને શૂન્યમાંથી સૃષ્ટિ ઉતપન્ન થતી હોય એવો આભાાસ થાય છે.બાકી શૂન્યમાંથી તો કશું ઉદ્દ્ભવે જ નહીં. આ અવ્યકત પ્રકૃતિ એટલે જ શૂન્ય. અને આ પ્રકૃનિતો જે ભાગ પરિવર્તનમાં વપરાયો નથી તેને આપણે પ્રકૃતિનો બચેલો કે વધેલો ભાગ કહી શકીયે કે નહીં ? આમ સૃષ્ટિના સર્જનમાંથી બાકી રહેલ અવ્યકત પ્રકૃતિ એટલે જ શેષશાયી. અને જે ત્રણ ગુણોથી એનું પરિવર્તન થાય છે તેને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કે નારાયણ કહી શકાય. આમ અવ્યકત પ્રકૃતિમાં છુપાયેલ નારાયણ એટલે જ
” શેષશાયી વિષ્ણુ ”
ઇતિ.

ઓગસ્ટ 6, 2007 at 9:42 પી એમ(pm) 2 comments

Older Posts


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

ઓગસ્ટ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Blog Stats

  • 35,510 hits