Archive for જાન્યુઆરી, 2007
સખાવત
સખાવતનો પચલિત અર્થ છે દાન પણ મારી દ્રષિ્ટએ એનો બીજો પણ એક અર્થ થઇ શકે એમ હું માનું છું. સખા એટલે મિત્ર અને તેને વત્ પ્રત્યય લગાડતાં બને ‘સખાવત’ આ વત્ પ્રત્યય માલિકી ભાવ અથવા કોઇ ગુણથી યુકત હોવાનો ભાવ દર્શાવે છે. જેમ કે ગુણવત એટલે ગુણથી યુકત જેના ઉપરથી ગુણવાન અને ગુણવત્તા એ બે શબ્દો પચલીત થયાં છે. આ રીતે જોતાં સખાવત એટલે મિત્ર ભાવથી યુકત એવો અર્થ થાય.
સખાવતનો આવો અર્થ બતાવતું ઉદાહરણ આપણને શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતામાંથી તરી આવતો દેખાય છે. ગરીબ એવા સુદામાને અતિ પેમથી ભેટી શ્રી કૃષ્ણએ એના ચરણ ધોયાં અને એણે સંતાડેલા એના તાંદુલ એના હાથમાંથી ખેંચી લઇને ખાધા અને છતાં એના બદલામાં સહુની હાજરીમાં એને કશું પણ ન આપ્યું એનું કારણ એ કે સાચો મિત્ર બધાની હાજરીમાં પોતાના મિત્રને અહેસાનીમાં કદી ન મુકે. એ તો છાનો છૂપો જ મદદ કરે. વળી સુદામા પણ તાંદુલ છૂપાવતા હતા તેનું કારણ પોતાની ગરીબાઇની શરમ નહીં પણ કૃષ્ણ પત્યેનો સાચો મિત્રભાવ છે. એ જાણતા હતા કે મિત્રતાનો દાવો ચીજ વસ્તુની આપ-લેથી પૂરવાર નથી થતો. આપ-લે તો નવા મૈત્રી સંબંધો કરવા માટે છે. સાચા મિત્રો જાહેરમાં એક બીજા સાથે ઠઠ્ઠા મશ્કરી કરી લે અને સહી પણ લે પણ બીજાને માથે અહેસાન તો કદી પણ ન ચઢાવે.
ગીતાના ૧૧માં અધ્યાયના શ્લોક ૪૧ અને ૪૨મા અર્જુને પોતાને શ્રી કૃષ્ણનો સખા માનવની ભૂલ સમજાતા શ્રી કૃષ્ણ પાસે એ ભૂલની માફી માગી છે. અર્જુન અને સુદામા બેઉ કૃષ્ણભકત તો હતાં જ પરંતુ અર્જુનનો ભકિતભાવ એ દાસ્યભાવ હતો અને સુદામાનો ભકિતભાવ સખ્યભાવ હતો.
કેવળ તખ્તી ઉપર નામ છપાવવાની ઇચ્છાથી દાન કરવું તે સખાવત નથી. સખાવત માટે તો સાચો મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે. સખાવત કરવા માટે જોઇએ મોટું ધન પરંતુ સખા વત રહેવા માટે જોઇએ મોટું મન.
અસ્તુ.
૧૭-૧૧-૦૫
ભગવાન
સંસ્કૃત ભાષામાઁ એક ઘણુઁ સુંદર અને જાણીતું વાકય છે, ” ચરાતિ ચરતો ભગઈ ” જેનો શબ્દર્થ છે,” ચાલતાનું નસીબ ચાલતું ” અને ભાવાર્થ છે “પુરૂષાથ્ર કરે તે પામે ” ચર એટલે ચાલવું અને ભગ એટલે નસીબ, ભાગ્ય કે પારબ્ધ જે કહો તે.આ વાકય વાંચીને મને બીજા કેટલાક શબ્દો યાદ આવ્યાં. જેવા કે ધનવાન,ગુણવાન,રૂપવાન.આમ શાથી થયું ? કારણ ભગ ઉપરથી પણ એક ખૂબ જાણીતો શબ્દ બને છે.અને તે છે ભગવાન. આપણે સહુ જાણીએ છીએ કે ધનવાન એટલે ધન વાળો, ગુણવાન એટલે ગુણ વાળો અને રૂપવાન એટલે રૂપ વાળો તો પછી ભગવાન એટલે ભાગ્ય વાળો કે નસીબ વાળો એમ કહેવાય કે નહીં ?અને આ દુનિયામાં ભાગ્ય વગરનો કોઈ હોય ખરો ? કયાંતો સદભાગી હોય કે કયાંતો દુર્ભાગી હોય પણ દરેક વ્યકિત સાથે એનું ભાગ્ય સદા જોડાયેલું જ હોય છે.
એનો અર્થ એ થયો કે આપણે બધા ભગવાન જ કહેવાઇએ. સાચું પુછો તો કેવળ મનુષ્ય જ નહીં પરંતુ પાણી માત્ર અને વનસ્પતિ તથા જડ વસ્તુઓ સુધ્ધાં પોત પોતાનું નસીબ લઇને જ આવે છે.જુઓને અમેરીકામાં કૂતરાંને છોકરાં કરતાં પણ વધારે લાડ મળે છે અને આપણે ત્યાં એ બિચારા હડધૂત થાય છે. આ એમના નસીબની જ વાત છે ને ? ઝાડપાન વિશે પણ એવું જ છે, કોઇ છોડને બગીચામાં સરસ માવજત મળે તો કોઇ છોડને ઊંટ બકરાં પીંખી ખાય છે.અને જડ વસ્તુ માટે તો આપણે સહુ જાણીએ જ છીએ કે હીરો રાજાને માથે ચઢી બેસે છે અને ધૂળ બધાના પગ તળે રગદોળાય છે અને લોખંડ કરતા સોનું બધાને વધુ પિય છે. ભજનની પેલી પંકિત યાદ કરો “એક લોહા પૂજામે રાખત,એક ઘર બધિક પરો,પભુ મોરે અવગુન ચિત્ત ન ધરો” આ દ્રષ્ટિએ જોઇએ તો હું, તમે અને આ આખું જગત ભગવાન જ છે. તો પછી પાગલની જેમ અદ્રષ્ટ ભગવાનની શોધમાં સમય વિતાવવાની જરૂર ખરી ? છતાં મનમાં એક પશ્ન જરૂર ઉભો થાય છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેતો સર્વવ્યાપી સર્વશકિતમાન અને સર્વજ્ઞ કહેવાય છે.તો આમાનો એકે ગુણ આપણામાં છે ખરો ?
હા છે. જરૂર છે. જો આપણે જગતમાં રહેલા બધા જ પાણી,બધી જ વનસ્પતિ તથા બધી જ જડ વસ્તુઓનો સામુહિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ બધા જ ગુણો આપણામાં પણ છે. અહીં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપણે આખા જગતને એક અવિભાજય એકમ તરીકે જોઇએ તો આપણે બધા જ તેના અંગ છીએ એમ કહેવાય.જે વાતનું જ્ઞાન મને નથી તેનું જ્ઞાન તમને કે કોઇ બીજી વ્યકિતને હશે.અને સહકારથી એ જ્ઞાન મને પણ કામમાં લાગશે. દા.ત. ટેલીવીઝન કે વિમાન કે ટેલીફોનનું જ્ઞાન મને ભલે ન હોય પણ મને તેનો ઉપયોગ કરવાની શકિત સાંપડે જ છે. વળી એ વાત પણ સાચી છે કે આજ સુધીમાં આ જગતમાં ભૂગોળ,ખગોળ,ભૌતિક શાસ્ત્ર,તત્વજ્ઞાન વિગેરે વિગેરે વિવિધ વિષયોથી જેટલું પણ જ્ઞાન અને શકિત પગટ થયંા છે તે માનવ જાતની સામુહિક શકિતથી જ થયાં છે. અને તેમાં બીજા પાણી અને વનસ્પતિનો ફાળો જરાએ ઓછો નથી.અરે પાણી અને વનસ્પતિ તો શું પણ જડ ગણાતી વિવિધ ધાતુઓનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. જુઓને મારા આ વિચારો તમારી સમક્ષ રજુ કરવામાં જડ ગણાતા કોપ્યુટર અને પ્રીન્ટરનો ફાળો શું ઓછો છે ? એટલે જો આપણે સામુહિક દ્રષિ્ટથી વિચારીએ તો આપણે આ આખા દ્રષ્ટ જગત સાથે સર્વવ્યાપી, સર્વ શકિતમાન અને સર્વજ્ઞ ગણાઇએ.ભગવાન ગણાઇએ.મને તો લાગે છે કે
“ઇશાવાસ્યં ઇદં સવ્રં યત્ કિંચ જગત્યાં જગત”
એ ઉકિતમાં આ જ સત્યનું વિધાન છુપાયેલું છે.
હવે અહીં એક મુદ્દાની વાત સમજી લઇએ તો આપણે ભગવાન છીએ કે નહીં તે વાતનો ખુલાસો થઇ જાય. આપણા જીવનમાં બનતા બધા જ બનાવો વિશેની જવાબદારી આપણે પેલા અદ્રષ્ય ભગવાન ઉપર ઢોળી દઇએ છીએ અને કહેતા ફરીએ છીએ કે “ભગવાને જેવું ભાગ્ય આપ્યું તે ભોગવે જ છૂટકો એમાં આપણુ શું ચાલે.” આ વાત લાગે છે તો સાવ સાચી કે ભાગ્યમાં ભગવાને જે લખ્યું હોય તે ભોગવવું જ પડે પરંતુ આ ભાગ્યનો લેખક પેલો અદ્રષ્ય ભગવાન નહીં પણ આપણે જ છીએ.આપણા પૂર્વે કરેલા કર્મોથી જ આપણું ભાગ્ય ઘડાય છે.એ ઉપરથી સાબીત થાય છે ને કે આપણે જ ભગવાન છીએ ? ભાગ્ય એટલે કીધેલા કર્મોનું ફળ.અર્થાંત આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ તો પછી એની જવાબદારી આપણી જ કહેવાયને ?
જે માનવી સર્વવ્યાપી,સર્વજ્ઞ અને સર્વ શકિતમાન થવા ઇચ્છતો હોય તેણે બીજા બધાની સાથે એક જ શરીરના વિવિધ અંગોની જેમ સહકારથી રહેતા શીખવું જોઇએ. જો ડાબો પગ ઉત્તરમાં અને જમણો દક્ષિણમાં દોડે તો શું થાય? આપણી આજની સ્થિતી કઇક અંશે આવી જ છે. કોઇ પણ વ્યકિતનો સર્વતોમુખી વિકાસતો ત્યારે જ થાય કે જયારે તે બીજાઓ સાથે સહકારથી રહે.અને આવું તો તો જ બને કે જયારે તે વ્યકિત પોતાના મન અને બુધ્ધિને એક બીજાના સહકારથી ચાલતા શીખવે એટલે કે ત સ્થિતપ્રજ્ઞ થાય.આવા મનુષ્ય માટે ભગવાન કદી અદ્રષ્ય ન રહી શકે.
૨૬-૮-૦૪
મધ્ય બીન્દુ
સંસારની વચ્ચે રહી તેનાથી અલિપ્ત રહેવામાં જ ખરી મોટાઇ છે.
વર્તુળનું મધ્ય બીન્દુ વર્તુળની મધ્યમાં હોવા છતાં તે વર્તુળથી કેટલું અલિપ્ત રહે છે !
વર્તુળના પરિઘને તે કયારેય અડકે છે ખરૂં ?
અને છતાં એની મોટાઇ, એની અગત્યતા કેટલી!
તેના વિના વર્તુળ સંભવે ખરૂં ?
પવિત્ર પાણી
ગંગા જળમાં જઇ ડૂબકી દ્દઇને
રાચે મનમાઁ “હું થયો પવિત્ર”
મૂઢતા માનવ મનની આવી
લાગે મુજને અતીવ વિચીત્ર.
નેકીથી પાડી પરસેવો,જે
કરે સ્નાન તેમં તે થાય પવિત્ર
પરસેવાના આ પાણી કરતાં
ન દ્દીઠું મે પાણી ક્યાંય પવિત્ર.
એક સિક્કો
જાણો જીવનને એવો એક સિકકો
કે જન્મ, મૃત્યુ છે જેના બેઉ પાસા
અને આ ઉભયની વચ્ચે રહે છુપાઇ
માનવ જીવનની આશા નિરાશા
મનન અને નમન
‘મન ન’ થયું કે ‘ન મન’ થયું
બેઉનો અર્થ્ છે એક
પણ
‘મનન’ થયું કે ‘નમન’ થયું
તેમાં છુપાયો મોટો ભેદ
જાન્યુઆરી 20, 2007 at 12:09 એ એમ (am) vijay shah Leave a comment
“પ્રેમાળ માતા”
હતી મારી માતા અતિશય પ્રેમાળ દિલની
હતી વળી શ્રદ્ઘાળુ, રટતી સદા નારાયણ હરિ.
મને ઉછેર્યો મમતાથી, સહી લીધી મારી પજવણી
ન પાડયો કદી ઘાંટો, ન મારી ટપલી પણ કદી.
હું ઉઠું નિદ્રામાંથી, લઇ ઉછંગે હેત કરતી,
મને મૂકે નિદ્રામાંહી ગાઇ,
“બહ્મ શ્રીનાથને ભજીએ શ્રી હરિ હરિ”
પોતાના તનની પીડા કઠણ મનથી તે જીરવતી
અને મનના સંતાપો અતિ શ્રદ્ઘાથી તે વિસરતી.
પ્રભુ હું ઇચ્છું કે મળે મને માતા એજ ફરી ફરી
પણ વિસારી એ ઇચ્છાને દેજે એને મોક્ષ તું શ્રી હરિ.
જાન્યુઆરી 15, 2007 at 10:36 પી એમ(pm) vijay shah Leave a comment
કરમોનાં લીસોટા
મન સરોવરમાંહે ઉભરાયે,
વિચાર કેરા પરપોટા
‘ને ચાલતા એ પરપોટાને ચીલે
થાયે કર્મો, કઇ સારા,કઇ ખોટા.
મૃત્યુ થશે ‘ને સરોવર સુકશે
નહીં ઉભરાયે પરપોટા
છતાં નહીં ભૂસાયે મૃત્યુ પછી પણ
કીધેલા એ કર્મોના લીસોટા.
જાન્યુઆરી 4, 2007 at 4:21 પી એમ(pm) vijay shah Leave a comment
તાજેતરની ટિપ્પણીઓ