Archive for જુલાઇ, 2011
“કાંટાળા દંડા”
આ નેતાઓ,આ ગુરુઓ, ભરમાવે
લોકોને કહી સાચી જુઠી કથા
‘ને ગાદી ઉપર આસન જમાવી
વધારતા રહે દેશભરમાં વ્યથા
આ ગુરુઓ, આ નેતાઓના જુઓ
કરતૂકો ‘ને તેમના ગોરખ ધંધા
સમય પાકી ગયો છે, હવેતો જાગો
ભગાડો એમને મારી કાંટાળા દંડા
“ભૂત,ભાવિ,વર્તમાન”
ભાવિ આપે વર્તમાનને
નીત નવી ક્ષણોનું દાન
ભૂત આવી લૂટી લે છે તે
જો વર્તમાન રહે બેધ્યાન.
“ભૂતની કબર”
શું જરુરત છે ઢૂઢવાની
ખોદીને એ ભૂતની કબર.
શું જરુરત છે ઢૂઢવાની
એ ભાવી જેની નથી ખબર.
જીવી લો બસ વર્તમાને
માણવા જીવનની સફર.
તાજેતરની ટિપ્પણીઓ