Archive for એપ્રિલ, 2008
shadow of light !
Because of light we see all things
It makes things clear and bright,
Light creates shadows of things
But how to create a shadow of light !
એપ્રિલ 27, 2008 at 9:55 પી એમ(pm) gdesai
“The Truth”
Truth is always one and it can never change
So from one it can never become two.
And if God is that truth, HE must be only one
Then how can HE be different for me and for you!
એપ્રિલ 21, 2008 at 3:57 પી એમ(pm) gdesai
અચળ આધાર
જુઓ સાગર કે જુઓ કોઇ વહેળો,
જુઓ પર્વત કે પથ્થર વાટે પડેલો,
જુઓ કોઈ દેહ, જીવતો કે મરેલો,
આ સર્વમાં છે સદા ઈશ્વર વસેલો.
જેમ સૂરજ સદા ઊગે ’ને આથમે છે
પણ આધાર નભનો અચળ રહે છે
તેમ જ જીવ તો સદા જન્મે ’ને મરે છે
પણ આધાર પ્રભુનો અચળ રહે છે.
એપ્રિલ 19, 2008 at 10:11 પી એમ(pm) gdesai
સર્વ દેશમાં જીવી રહ્યો છે માણસ
પણ મરી ગઈ છે માણસાઈ.
તો થયા કરે આ દુનિયામાં ઝગડા
તેમાં કહો ક્યાં છે કશી નવાઈ.
એપ્રિલ 15, 2008 at 9:41 પી એમ(pm) gdesai
Every belief we have in mind
In it resides some doubt.
And it will never turn into faith
Till that doubt is fully out.
મનની બધી માન્યતાઓ માંહીં સંશય રહે સદા છુપાઈ,
બુદ્ધિ વડે એ સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ.
એપ્રિલ 13, 2008 at 12:24 પી એમ(pm) gdesai
Potion For Happiness
Life is what we make of it,
By doing things, dumb or smart.
Love always pulls us together,
And hate just breaks us apart.
If we wish for a life that is happy,
One lesson we must learn by heart.
That the true potion for a happy life,
Is open mind and a loving heart.
એપ્રિલ 10, 2008 at 12:15 પી એમ(pm) gdesai
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )
થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ
અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)
એપ્રિલ 8, 2008 at 1:23 પી એમ(pm) gdesai
April 6, 2008 by gdesai
કુમકુમ ,સિંદૂર અને કાજળ
લલાટે શોભવા કુમકુમ રુડું વરદાન પામ્યું છે,
અને સિંદૂર સેંથીમાં આનોખું સ્થાન પામ્યું છે.
મળ્યો છે સાવ કાળો,રાત જેવો, રંગ કાજળને,
છતાં મનોહર નૈનમાં કાજળ રુડું સન્માન પામ્યું છે.
કવિ ? તમને કોઇને ખબર હોય તોજણાવશો.
Posted in Uncategorized | Edit | No Comments »
April 2, 2008 by gdesai
સત્સંગ,શિક્ષણ,સંજોગ ’ને વળી સાથે સંસ્કાર
જીવન ઘડતર તણા આ ગણાય પાયા ચાર
વાણી,વર્તન,વિચારમાં જો ન ભળ્યું સત્યનું અંગ
તો એને કદી કહેવાય શું કે થયો છે સાચો સસ્તંગ ?
Posted in essay | Edit | No Comments »
March 27, 2008 by gdesai
પ્રેમ કેરા પુષ્પો ઉપર ઊગે છે કાંટાળી શૂળ
જો એ વાગી જાય તો લાગે જીવન જીવવું ધૂળ
Posted in poetry | Edit | No Comments »
March 22, 2008 by gdesai
“I” has a body, “ I” has a soul
“I” also has a brain and a mind.
If that “I” possesses all these
Then why it is so hard to find !
To know that “I” we pray to “HIM”
And in that “HIM” we find that “I”
Caged between that H and M
Which stand for Heart and Mind.
If we open the doors of Heart and Mind
And look inside the cage,
We will be surprised to find that
“I” in Him and “I” in us
Are not separate but the same.
The Heart and Mind that realize
That both these “I’s” are the sam
For that Heart and for that Mind
There is no pleasure, no pain.
Girish Desai
Posted in poetry | Edit | No Comments »
March 15, 2008 by gdesai
ભલે ઉડે મન આભમાં પણ
સ્થિર કરવા ધરા ‘પર પાય,
નહીં તો જરુર જાણજો ભાઈ
હાલ શેખચલ્લી જેવા થાય.
Posted in poetry | Edit | No Comments »
March 9, 2008 by gdesai
સહકાર અને સરળતા
જો ટાળવા હોય સંતાપો મનના
’ને ભોગવવો હોય સુખે સંસાર,
તો રાખો જીવન મહીં સરળતા
’ને આપો સદા સહુને સહકાર.
Posted in poetry | Edit | No Comments »
March 5, 2008 by gdesai
અજ્ઞાન નહીં પણ અવજ્ઞા
અજ્ઞાન નહીં પણ અવજ્ઞા આપણા શાસ્ત્રો,આપણા શાસ્ત્રિઓ અને આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું કારણ છે અજ્ઞાન. આ અજ્ઞાનને દૂર કરો તો જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ થાય.પણ એને દૂર કરતાં પહેલા જાણવું તો જોઇએને કે અજ્ઞાન એટલે શું? મારી સમજ પ્રમાણે, જેમ પ્રકાશનો અભાવ એટલે અંધકાર કહેવાય અથવા ગરમીનો અભાવ એટલે ઠંડી કહેવાય તેમ જ જ્ઞાનના અભાવને અજ્ઞાન કહી શકાય. પરંતુ આ જ વાત ઉલટ રીતે કહીએ અર્થાત અંધકારના અભાવને પ્રકાશ કહીએ કે ઠંડીના અભાવને ગરમી કહીએ અથવા અજ્ઞાનના અભાવને જ્ઞાન કહીએ તો તે સાચું ન ગણાય. કારણ પ્રકાશ,ગરમી અને જ્ઞાન એ શકિતના રૂપ છે જયારે અંધકાર,ઠંડી અને અજ્ઞાન આપણા મનને થતી ભ્રમણા કે અભાસ છે.શકિતથી આભાસ દૂર કરી શકાય આભાસથી શકિત દૂર ન કરી શકાય. પ્રકાશ,ગરમી અને જ્ઞાન આ ત્રણે શકિતના રૂપ તો છે પરંતુ જ્ઞાન શકિત આ બીજી બે શકિતઓની જેમ સરળતાથી મેળવી કે ઉત્પન્ન કરી શકાતી નથી. કારણ જ્ઞાન શકિત મેળવવાના બે સાધન ‘મન અને બુદ્ધિ’ ઉપર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ છે. અને આ મુશ્કેલીનું મુખ્ય કારણ અજ્ઞાન નહી પણ અવજ્ઞા છે. અવજ્ઞા એટલે આપણા મનને જાણે અજાણે (વિહીતં અવિહીતં વા) ઘેરી લેતી ટાળવાની ઍટલે કે ધ્યાનમાં નહી લેવાની મનોવૃત્તિ.જેમ કે કોઇએ મારી અવજ્ઞા કરી હોય તો ભાવિમાં હું જાણી જોઇને તેની અવજ્ઞા કરૂં એમ બને.અથવા કદીક એવું પણ બને કે મારૂં મન કોઇ વિચારમાં ગરકાવ થઇ ગયું હોય તો મારી નજીકથી પસાર થઈ રહેલ કોઇ ઓળખીતી વ્યકિત પણ મારા ધ્યાનમાં ન આવે અને એને કદાચ એમ લાગે કે હું તેની અવજ્ઞા કરી રહયો છું
હવે વળી પાછા બ્રહ્મતત્ત્વ વિશે વિચારીએ.આ બ્રહ્મતત્ત્વનું બીજું નામ છે સત – ચિત્ત – આનંદ. સત એટલે નર્યું અસ્તિત્ત્વ, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે નિર્વિકલ્પ શાંતિ. આપણે સહુ બ્રહ્મતત્ત્વને સર્વવ્યાપી માનીયે છીએ તો એનો અર્થ તો એ થયોને કે ચિત્ત,જ્ઞાન અને શાંતિ પણ સર્વવ્યાપી છે. વળી આપણે સહુ જાણીએ છીએ કે જેમ પ્રકાશ અને અંધકાર કદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે તેમ જ જ્ઞાન અને અજ્ઞાન પણ કદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે. હવે જો જ્ઞાન સર્વવ્યાપી હોય તો કહો અજ્ઞાન કયાં જઇને રહે ?. આ ઉપરથી તો એમ કહેવાય કે અજ્ઞાનનું અસ્તિત્વ તો બીલકુલ અસંભવ છે. તો પછી અહંનું કારણ શું ? હું તો એમ માનું છું કે અહંનું કારણ અવજ્ઞા જ હોઇ શકે.આપણે સહુ જાણે અજાણે જ બેધ્યાન થઇ જઈએ છીએ. આપણું ભટકતું મન કશે સ્થિર થઇને બેસી શકતું નથી. અને આપણે પણ તેની આ વૃત્તિથી કંટાળી તેનેે સ્થિર કરવાનો પુરુષાર્થ પડતો મૂકી તેને ભટકવા દઇએ છીએ. તેની આ વૃત્તિની અવજ્ઞા કરીએ છીએ. આ ભટકતા મન ઉપર જો કાબુ મેળવવો હોય તો સૌથી પહેલા આપણે મકકમ નિર્ધાર કરવો જ પડે. આ નિર્ધારને પતંજલીએ ‘ધારણા’નું નામ આપ્યું. પરંતુ કેવળ નિર્ધારથી કામ નથી થતું ભૂલેચૂકે પણ એ નિર્ધારની અવજ્ઞા ન થઇ જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને તે માટે મનને કોઇ એક વિષય ઉપર સ્થિર કરવું પડે છે. આને પતંજલીએ ‘ધ્યાન’ કહયું. ધ્યાન કેવળ બ્રહ્માનુભૂતિ માટે જ નથી પણ જીવનના કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. જયારે મન ધારેલા વિષય ઉપર સ્થિર થઇ જાય છે ત્યારે તે વિષયમાં તે આપો આપ લય થઇ જાય છે. આને જ પતંજલી ‘સમાધિ’ કહે છે. અને આવા સમાધિષ્ઠ મનમાંથી જ સત્યના નાના નાના સૂત્રો સરી પડે છે. જેવા કે
પ્રજ્ઞાનં બ્રહ્મ——ઋગવેદ તત્ત્વંઅસિ—-સામવેદ
અયં આત્મા બ્રહ્મ —-અથર્વ વેદ અહં બ્રહ્માસ્મિ —-યજુર્વેદ
f = ma —— Newton E = mc2 —– Einstein
આવી ધ્યાનાવસ્થામાં માનવ મુખમાંથી નીકળતા આવા ઉદ્ગારો ને જ પશ્યન્તિ વાણી કહેવા છે.
ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યનિત યં યોગીનઈ
ઇતિ.
Posted in just a thought | Edit | No Comments »
February 28, 2008 by gdesai
ઇશ્વર કે ખુદા
હું ખુદ છું ઇશ્વર ‘ એમ હું કદી નથી કહેતો
છતાં કહું કે ઇશ્વરથી હું નથી જરાયે જુદો.
શાને સહુ કહે છે કે ઇશ્વરે મને પેદા કીધો
ના,મે જ મારી મરજીથી ઇશ્વરને પેદા કીધો.
મન થકી માનવ ઘડે છે ઇશ્વર જુદા જુદા
કોઇ કહે એને ઇશ્વર તો કોઇ કહે છે ખુદા.
પૂછું તને, હે મન મારા, તને કીધું કોણે પેદા
ઉત્તર એણે જે દીધો તે મને રહેશે યાદ સદા.
હું સર્જું વિવિધ રૂપ પ્રભુના બોલ્યું મારું મન
’ને એજ વિવિધ રૂપો થકી બન્યું છે મારું તન
પ્રભુ વિના હું નથી,નથી મારા વિના ભગવન
હું જ છું તારું મન ’ને હું જ છું તારો ભગવન.
Posted in poetry | Edit | No Comments »
February 18, 2008 by gdesai
સુરતી કે અમદાવાદી
ચ્હા સાથે ભુસુ ખાધા વિણ
ન આવે જેનામાં સ્ફૂરતી,
તો જરુર જાણીલેજો કે
તે ભાઇ છે પાકો સુરતી.
એક કપ ચ્હા ઓર્ડર કરે
પણ મંગાવે બે રકાબી,
તો જરુર જાણીલેજો કે
તે છે પાકો અમદાવાદી.
જે લેતી વેળા કરે સરવાળો
’ને દેતી વેળા કરે બાદબાકી,
તો જરુર જાણીલેજો કે
તે છે પાકો અમદાવાદી.
Posted in poetry | Edit | No Comments »
February 14, 2008 by gdesai
સ્મરણ એટલે યાદ કરવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું. આ બેમાં સારું શું ? મોટા ભાગના લોકો સ્મરણની પસંદગી કરશે એમાં મને જરાયે શંકા નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં મને મનમાં પ્રશ્ન થયો કે વિસ્મરણ સિવાય સ્મરણ થઇ શકે ખરું. આ બે શબ્દોનો જરા જુદી દ્રષ્ટિથી વિચાર કરતાં મને સમજાયું કે સ્મરણ તો ત્યારે જ થાય કે જયારે મન જે વિષયનું સ્મરણ કરવા ઇચ્છતું હોય તે વિષયમાં એકાગ્ર થાય.અને તે માટે મનમાં ભમતા બીજા બધા વિષયોનું વિસ્મરણ થાય. આ ઘણું જરૂરી છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણનો અર્થ છે વિ(શિષ્ટ્)સ્મરણ. કારણ એની વિશિષ્ટતા એ છે કે તેનાથી કોઇ એક વિષય સિવાયના બીજા બધા વિષયોના વિચારને મનમાંથી દૂર કરી શકાય છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણ એટલે ધ્યાનાવસ્થા. છતાં આપણે સહુ બને તેટલા વિષયો સ્મરણમાં રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલું જ નહીં પણ ભાવિમાં તે ભૂલાઈ જવાના ડરથી તે બધું કાગળ કે કોપ્યુટર ઉપર સાચવી રાખીએ છીએ અને તેથી જે ભૂલવા જેવું છે તે પણ યાદ કરી કરીને દુઃખી થઇએ છીએ. જો દુઃખી ના થવું હોય તો વિસ્મરણ કરવાની ‘ધ્યાનાવસ્થ’ થવાની કળા શીખવા જેવી છે. જે શીખવી ખૂબ અઘરી છે.કદાચ કોઇ એવી દલીલ કરે કે દવા દારૂના નશાથી વિસ્મરણ આસાનીથી થઇ શકે છે. હા જરૂર પણ તેને વિસ્મરણ કહેવા કરતાં અસ્મરણ કહેવું વધુ યોગ્ય ગણાય કારણકે આવા નશાથી કેવળ બેભાનાવસ્થા જ પ્રાપ્ત થાય.ધ્યાનાવસ્થા નહીં.અને આવી સ્થિતિમાં જેનું સ્મરણ કરવા ઇચ્છતા હોઇએ તે પણ ભૂલાઇ જાય. જોકે ‘અસ્મરણ’ જેવો કોઇ શબ્દ ગુજરાતી ભાષામાં નથી છતાં ‘જ્ઞાન,અજ્ઞાન અને વિજ્ઞાન’ કે ‘કર્મ,અકર્મ અને વિકર્મ’ જેમ સ્મરણ અસ્મરણ અને વિસ્મરણ કહેવામાં શું વાંધો છે. વિસ્મરણની આ કળા કેવી રીતે શીખવી તે સમજાવવા પતંજલિ ઋષિએ પાતંજલ યોગસૂત્રની રચના કરી છે. જેમાં આ કળા હસ્તગત કરવા માટેના આઠ અંગોની ચર્ચા કરી છે.જેને અષ્ટાંગ યોગ પણ કહેવાય છે. આ યોગસૂત્રના સૌથી પહેલા સૂત્રમાં જ એમણે કહયું છે કે ” યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ભટકતી ચિત્તવૃત્તિ ને રોકવી એટલે યોગ આ આઠ અંગો નીચે પ્રમાણે છે. યમ ,નિયમ,આસન,પ્રાણાયમ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.આમાના પહેલા પાંચ અંગ બહિરંગી ગણાય છે કારણ કે તે આપણા બહારના જગત સથેના આપણા સામાજિક વ્યવહારના ઘડતર માટે છે. અને છેલ્લા ત્રણ અંતરંગી છે એટલે કે આપણા આંતરિક જીવના ઘડતર માટે છે. આ દરેક અંગોના ઉપાંગો વિશેની સમજ પતંજલિ ઋષિએ આપી છે. જેનો ઉલ્લેખ અહીં કરૂં છું. યમના ઉપાંગો “અહિંસા, સત્ય, અસ્તેય, બહ્મચર્ય, અને અપરિગ્રહ” નિયમના ઉપાંગો “શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,અને ઇશ્વર પ્રણિધાન” આસનના ઉપાંગો “ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલ ભાતિ” આને ષટકર્મો પણ કહેવાય છે. પ્રાણાયમ એટલે શ્વાસોછ્શ્વાસનું નિયમન ધારણા એટલે અમુક વસ્તુ કરવાનો નિર્ધાર ધ્યાન એટલે વિશિષ્ટ સ્મરણ, એકાગ્રતા, સમાધિ એટલે સમ=એક સરખી અને આધિ= સ્થિતિ અર્થાત મનનું ઇચ્છીત વિષયમાં લય પામવું સ્મરણ વિસ્મરણ વચ્ચેની મારી સમજ વ્યકત કરવા પુરતો જ આ લખાણનો ઉદ્દેશ હતો એટલે અહીં રોકાઇ જાવું જ વ્યાજબી સમજું છું. ઇતિ.
Posted in essay | Edit | No Comments »
એપ્રિલ 6, 2008 at 8:39 પી એમ(pm) gdesai
સત્સંગ,શિક્ષણ,સંજોગ ’ને વળી સાથે સંસ્કાર
જીવન ઘડતર તણા આ ગણાય પાયા ચાર
વાણી,વર્તન,વિચારમાં જો ન ભળ્યું સત્યનું અંગ
તો એને કદી કહેવાય શું કે થયો છે સાચો સસ્તંગ ?
એપ્રિલ 2, 2008 at 9:49 પી એમ(pm) gdesai
તાજેતરની ટિપ્પણીઓ