Archive for સપ્ટેમ્બર, 2008
મન,માન્યતા,મત,મમત,મમતા
મનમાંથી જન્મે છે માન્યતા
માન્યતામાંથી જન્મે છે મત
મતમાંથી જન્મે છે મમત
મમતમાંથી જન્મે છે મમતા
અને મમતામાંથી જન્મે છે
રાગ અને દ્વેશ
“શૂન્ય”
શૂન્ય જેવું કશે કશું નથી પણ
જયાં કશું નથી ત્યાં શૂન્ય છે.
ઇશ્વરનું અસ્તિત્વ નથી પણ
અસ્તિત્વ જ ઇશ્વરનું ચિહ્ન છે.
“શ્રદ્ધા અને માન્યતા”
શ્રદ્ધા અને માન્યતા
જેને કારણે આપણે ધર્મનું પાલન કરીએ છીએ તેને માન્યતા કહેવાય
પરંતુ
જેને કારણે ધર્મ આપણું પાલન કરે છે તેને શ્રદ્ધા કહેવાય
All men with belief follow a religion
But
All religions follow a man with Faith
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. આને આપણા શાસ્ત્રોમાં માનવ જીવની સફળતા માટે કરવા પડતા ચાર પુરુષાર્થ કહયાં છે. પરંતુ એનો અર્થ શું ?
મારી દ્રષ્ટિએ ધર્મ એટલે હિન્દુ, મુસ્લીમ કે ખ્રીસ્તિ નહીં પણ માનવતા,માણસાઇ
અર્થ એટલે કોઇ પ્રકારની સંપત્તિ નહીં પરંતુ જીવનનું ધ્યેય, જીવનનો હેતુ.
કામ એટલે આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કરવી પડતી મહેનત
અને મોક્ષ એટલે સિદ્ધિ કે સફળતા.
આ પ્રમાણે અર્થ ઘટન કરીએ તો એમ કહી શકાય કે જો આપણે આપણી માણસાઇ ભૂલ્યાં વગર આપણું ધ્યેય હાંસલ કરવા પાકી જહેમત ઉઠાવીએ તો જરુર જીવન સફળ થાય. ખરી વાત કે નહીં ?
તાજેતરની ટિપ્પણીઓ