સ્વાગત અને મારો પરિચય-

સુ સ્વાગતમ્

મારા બ્લોગ ઉપર આપનુ આગમન આનંદપ્રદ છે.

  અમે છ ભાઇ બહેનો.અને તેમાં સૌથી નાનો હું.એટલે સ્વાભાકિ રીતે જ  લાડકોડ મળ્યા પણ સાથે સાથે બધા જ વડીલોની અદબમાં રહી હળી મળીને કેમ રહેવું તે પણ શીખ્યો. બાળપણના છ વષ્ર રતલામમાં વિતાવ્યાં. ત્યાર પછી સાતથી ચોત્રીસ વષ્ર અમદાવાદમાં વિતાવ્યાં. એકડીયાથી માંડી કોલેજ સુધીનું ભણતર ઘરથી એક દ્દોઢ માઇલના વિસ્તારમાં જ પતાવ્યું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત ના વિષયો લઇ સ્નાતકની ઉપાધિ મેળવી.ત્યાર બાદ્ મોટા ભાઇની સહાયથી અમદાવાદની ફીઝીકલ રીસચ્ર લેબોરેટોરી “પી.આર.એલ”માં સ્ટુડન્ટ કમ ટેકનીશ્યન તરીકે છ વષ્ર કામ કર્યુ. એજ  મોટા ભાઇની સહાયથી ૧૯૬૪માં અમેરીકા આવ્યો અને અહીં જ  ઠસી પડયો.
લગભગ ૧૫ વષ્રની વયથી સાંજે નિયમિત ચાલવા જવાની આદત રાખેલી અને તે  દરમિયાન મનોમંથન કરવાની ટેવ પડી ગયેલી. આ  “મારી મનોગંગા’ “એ ટેવનું જ પરિણામ છે  એમ માનું છું. મારા મનમાં ૧૯૫૦થી આજ સુધી વહી રહેલા વિચારોનું આ સંકલન મેં  અમેરીકામાં ૧૯૬૭થી શરૂં કર્યુ. તેના ફલ સ્વરૂપે મેં “મારી મનો ગંગા ભાગ ૧ અને ૨” પુસ્તક રૂપે પગટ કર્યા છે. મારો કાવ્ય લખવનો રસ એતો કુદરતી પેરણા જ ગણાય. નાસામાં હું બીજી પાળીમાં એન્જીનીયર તરીકે કામ કરતો હતો. ત્યાં પણ લંચના સમયે નાસાના મેદાનમાં લટાર મારવાની ટેવ રાખેલી જયારે લેબમાં કોઇ મુશ્કેલી વિના શટલનું ટેસ્ટીંગ ચાલતું હોય અને ઓફીસનું રોજબરોજનું કામ આટોપાઇ ગયું હોય તે સમયે મારા વિચારોની નોંધણી કરી લેતો. પછી ઘરમાં ફુરસદની વેળાએ એ વિચારોને જરા મઠારી,સજાવી,શણગારી કાવ્યદેહ આપી કોપ્યુટર ડીસ્ક ઉપર સાચવી રાખતો. વળી અહીં  હુસ્ટનમાં અમે  ચાર પાંચ મિત્રો દર રવીવારે   ભેગા મળી  ગીતા, ઉપનિષદ્દ અને અન્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ  છીએ જેના ફલ સ્વરૂપે હું ઇશાવાસ્ય ઉપનિષદ્દ વિષે જે કંઇ શીખ્યો તેની નોંધ કોપ્યુટર ડીસ્ક ઉપર કરી રહયો છું. જે  પૂણ્ર થતાં પુસ્તક રૂપે પગટ કરવાની ઇચ્છા છે. હયુસ્ટનના ગુજરાતી સમાજ તરફથી પગટ થતાં ‘દર્પણ”માં સમાજના સંચાલકોની સહાયથી કદી કદી તે સામાયિકમાં કાવ્યો અને લેખો પગટ કરતો રહું છું. 
              આ લેખન પવૃતિ્ત કરવામાં મારૂં  પ્રયોજન એટલું જ હતું કે હું મારા મનમાં વિખેરાયેલા    વિચારોને વ્યવસ્થિત કરી શકું. મારી દ્રષ્ટિએ લખવું એ બીજી વ્યકિત સાથે વાર્તાલાપ કરવા સમાન છે. મારો અનુભવ છે કે લખવાથી વિચારમાળાના મણકા કમબદ્ઘ ગોઠવવાનું કામ અતિ સરળ થઇ જાય છે. વળી  વિચારોમાંથી રહેલી ક્ષતિઓ પણ આસાનીથી શોધી શકાય છે.

      

39 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  જાન્યુઆરી 11, 2007 પર 5:43 એ એમ (am)

  આપના બ્લૉગની શરૂઆત ઉપર હાર્દિક શુભેચ્છાઓ… આપનું નામ ક્યાંય વાંચવા મળ્યું નહીં… જણાવશો?

  જવાબ આપો
 • 2. વિવેક  |  જાન્યુઆરી 11, 2007 પર 5:50 એ એમ (am)

  માફ કરજો… આપનું નામ આપના વેબ-એડ્રેસ પરથી મળી ગયું… શુભેચ્છાઓ, ગિરીશભાઈ.

  જવાબ આપો
 • 3. વિવેક  |  જાન્યુઆરી 11, 2007 પર 5:51 એ એમ (am)

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ-જગતમાં સમાવી લીધો છે, જે આપની જાણ ખાતર.
  http://vmtailor.com/gujarati-shabd-jagat/

  જવાબ આપો
 • 4. shivshiva  |  ફેબ્રુવારી 6, 2007 પર 9:37 એ એમ (am)

  ગિરીશભાઈ,
  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  નીલા કડકિઆ

  જવાબ આપો
 • 5. Amit pisavadiya  |  ફેબ્રુવારી 18, 2007 પર 3:14 પી એમ(pm)

  આજે આપના બ્લોગની મુલાકાત થઇ…
  ગુજરાતી બ્લોગ જગતમા હાર્દિક સ્વાગત…

  આપના બ્લોગની લીંક મારા બ્લોગપેજ પર આપી છે…
  http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

  અમીઝરણું…

  જવાબ આપો
 • 6. chetu  |  માર્ચ 12, 2007 પર 4:47 પી એમ(pm)

  wel come to gujarati blogs..

  જવાબ આપો
 • 7. Kalpesh  |  માર્ચ 26, 2007 પર 1:27 એ એમ (am)

  Hearty Congratulations to you.

  I really appreciate efforts put in by you to put your thoughts on web. It is inspirational

  જવાબ આપો
 • 8. પ્રતીક નાયક  |  માર્ચ 28, 2007 પર 9:42 એ એમ (am)

  આજે આપના બ્લોગની મુલાકાત થઇ.
  ગુજરાતી બ્લોગ જગતમા આપનુ હાર્દિક સ્વાગત છે.

  જવાબ આપો
 • 9. Rajendra Trivedi, M.D.  |  જુલાઇ 16, 2007 પર 2:58 પી એમ(pm)

  DEAR GIRISHBHAI,

  READING YOUR WORK IN GUJARATI WAS FUN.
  KEEP WRITTING TO PLEASE OTHERS AND YOU.

  જવાબ આપો
 • 10. ક્સુંબલ રંગનો વૈભવ  |  સપ્ટેમ્બર 27, 2007 પર 1:47 પી એમ(pm)

  wel Come in gujarati blog word

  જવાબ આપો
 • 11. “અહં વિશે” « મન સરોવર  |  જાન્યુઆરી 15, 2008 પર 10:43 પી એમ(pm)

  […] સ્વાગત અને મારો પરિચય- […]

  જવાબ આપો
 • 12. “અહં વિશે” « Girishdesaigujaratisahityasarita’s Weblog  |  જાન્યુઆરી 16, 2008 પર 10:00 પી એમ(pm)

  […] સ્વાગત અને મારો પરિચય- […]

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 23, 2008 પર 8:34 પી એમ(pm)

  Girishbhai..Read your profile & came to know you…BUT you did not sign off wth your name..I suggest you add that for the future visitors to your website..I got your name by reading the comments of others..I visited your site via the website of VIJAY SHAH….
  ALL THE BEST WISHES to you..
  I also invite you to visit my website CHANDRAPUKAR at>>>
  http://www.chandrapukar.wordpress.com …..your visit & comments appreciated…DR. CHANDRAVADAN MISTRY..LANCASTER CA

  જવાબ આપો
 • 14. 'Sufi' Mohammad parmar  |  જાન્યુઆરી 30, 2008 પર 12:03 એ એમ (am)

  આદરણીય માન્મની શ્રી ગિરીશ ભાઈ,
  આપના “મન સરોવર”માં આપનો પરિચય વધારે થયો. વધારે એટલા માટે કે આ પહેલાં આપે મારાં અધ્યાત્મિક કવ્યો વાંચીને મને પ્રોત્સાહન બક્ષેલું એટલે આપના નામથી હું વાકેફ હતો. આપ ઉપનિષદ અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરોછો અને પુસ્તક રૂપમાં પ્રગટ કરશો તે જાણી ઘણો આનંદ થયો. એટલા મટે કે તેવાજ જ્ઞાનમાં અને તેના અમલમાં આજની ભયંકર રોગમાં પિડીત દુનિયાનો ઈલાજ છે, હું આપના આ શૂભ કામમાં ચમકતી સફળતા ચાહુ છું.
  તે રાહ પર આપનો સાથી, ‘સૂફી’ મોહમ્મદ પરમાર

  જવાબ આપો
 • 15. મન સરોવર  |  ફેબ્રુવારી 1, 2008 પર 2:08 એ એમ (am)

  […] સ્વાગત અને મારો પરિચય- […]

  જવાબ આપો
 • 16. મગજના ડોક્ટર  |  માર્ચ 9, 2008 પર 6:18 પી એમ(pm)

  TULSIDAL WELCOMES YOU.

  જવાબ આપો
 • 17. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 23, 2008 પર 5:19 પી એમ(pm)

  Girishbhai..Visited your site again…..ENJOYED…..I am REINVITING you to my website CHANDRAPUKAR…Your VISIT & COMMENTS will be appreciated Dr. C M MISTRY

  જવાબ આપો
 • 18. પ્રવિણ શાહ  |  જુલાઇ 19, 2008 પર 9:35 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ જગતમા આપનુ હાર્દિક સ્વાગત છે.

  જવાબ આપો
 • 19. gujjuOnlineTeam  |  ઓગસ્ટ 18, 2008 પર 8:58 પી એમ(pm)

  Namaste,

  We appreciate and thankful to you for your contribution in Guajarati Blog sphere.

  We are glad to inform you that the RSS feeds of your blog is aggregated by gujjuOnline.com. Which you can find out at http://feeds.gujjuonline.com

  What is the gujjuOnline Feeds?
  gujjuOnline Feeds is an XML (primarily RSS and Atom) feed aggregator it is created to aggregate feeds of Guajarati blogs/Websites which exposes RSS feeds, You can access any information Guajarati blogs/Websites from one place.

  How will you benefited from gujjuOnline Feeds?
  Website Users: You will get access to most of gujarati blogs and News from one location. gujjuOnline Feeds also makes finding the information you need extremely efficient with things like smart categories and our advanced tagging and search option.
  Publishers: You blogs will have good visibility amongst most of website users. Your each post will link to the actual post of your website. This will drive more traffic to your website.

  How can you support gujjuOnline Feeds?
  You can support us by blogging about us or by spreading words.

  You can also attach a badge in your website.
  Please checkout badge at http://feeds.gujjuonline.com/aboutus.php#SupportUs

  To know more about us.
  Visit: http://feeds.gujjuonline.com/aboutus.php

  To submit more feeds
  Visit: http://feeds.gujjuonline.com/register.php

  To Remove, Update or to Contact us.
  Visit: http://feeds.gujjuonline.com/contact.php

  Thank You,

  gujjuOnline Team

  “ગુજરાતિ બ્લોગ જગત નુ સંકલન”

  જવાબ આપો
 • 20. wahgujarat  |  નવેમ્બર 2, 2008 પર 7:46 એ એમ (am)

  કેમ છો… મજામાં,
  ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
  ( સંજય બાપુ, અમરેલી. )

  જવાબ આપો
 • 21. Rupal Vyas  |  નવેમ્બર 3, 2008 પર 2:37 પી એમ(pm)

  Dear Girishbhai,

  You have a nice Gujarato blog with enriching poems and articles. How do I write back to you in Gujarati?

  Rupal Vyas – Houston

  જવાબ આપો
 • 22. KANTILAL KARSHALA  |  ડિસેમ્બર 11, 2008 પર 8:06 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  જવાબ આપો
 • 23. RameshDesai London U.K  |  ડિસેમ્બર 24, 2008 પર 5:46 પી એમ(pm)

  may God bless you.You being the baby in the family we all wish you every thing BEST

  Your elder brother,
  Ramesh

  જવાબ આપો
 • 24. બીના  |  જાન્યુઆરી 30, 2009 પર 7:52 પી એમ(pm)

  આદરણીય શ્રી ગિરીશ ભાઈ,

  A nice Gujarati blog with enriching poems and articles. Please visit my new blog . http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 25. Dilip Gajjar  |  માર્ચ 21, 2009 પર 12:38 એ એમ (am)

  naam shodhato hato, Girishbhai,, mane pan adhyaatm sadhvama ras chhe..patanjali yogdarshan vishe gamyu…dharna dhayan samadhi par kam karu chhu..antarng sadhno par varso sudhi karyu…badhu sathe j chhe unterma chhe…

  જવાબ આપો
 • 26. arvindadalja  |  માર્ચ 21, 2009 પર 8:59 એ એમ (am)

  શ્રી ગિરીશભાઈ
  આપના બ્લોગની મુલાકાત લીધી. અમેરીકામાં બેઠા બેઠા આપની માતૃભાષાને ભૂલ્યા નથી એટલું જ નહિ તેમાં બ્લોગ બનાવી આપના વિચારો રજૂ કરતા રહો છો તે જાણી ખૂબ આનંદ થયો. ધન્યવાદ અને અભિનંદન્ આપના બ્લોગની અવારનવાર મુલાકાત લેતો રહીશ. આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત જરૂર લેશો. અને આપના પ્રતિભાવો પણ જરૂરથી મોકલશો જે મને વધારે લખવા પ્રોત્સાહિત કરશે ! આપની માફક જ મેં પણ મારા અગાઉના દિવસોમાં જે કાંઈ વિવિધ વિષયો ઉપર વિચારેલ હતું તે આ વર્ડપ્રેસે ગુજરાતી બ્લોગની સુવીધા કરી અને મને માહિતિ મળતા મેં પણ મારો બ્લોગ બનાવી મારાં વિચારો મૂકવાનું ચાલુ કર્યુ છે. મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com છે આપ જરૂર મુલાકાત લેશો. ફરીને ધન્યવાદ આભાર.
  સ-સ્નેહ
  અરવિંદ્

  જવાબ આપો
 • 27. shantibhai  |  મે 24, 2009 પર 12:40 પી એમ(pm)

  girishbhai aje apno parichay vanchi anand thayo.apana chaltan
  chaltan vicharvana ane jatsamvadna paripakrupe ape ek sundar
  shabddeh nirman karyo te chanchi mane vadilal daglie pan chalta
  chalta vicharvani tev vishe lakhelun te yad avyu.samay malye apna pustko vanchis.hun aj prath divse lakhuchu .

  જવાબ આપો
 • 28. Girish Desai  |  મે 30, 2009 પર 12:53 પી એમ(pm)

  શ્રી. શાન્તિભાઇ,
  મારા લખાણ વિશે તમે પાડેલા પ્રતિભાવ માટે તમરો ખૂબ ખૂબ આભાર માનું છું.
  તમારે જો ગુજરાતી લિપિમાં લખવું હોય તો તમે “ગુર્જર્દેશ.કોમ”નો ઉપયોગ કરી જોજો.
  એક વખત હથોટી બેસી જશે પછી બહુ સરળ લાગશે.

  ગિરીશના યથા ઘટિત

  જવાબ આપો
 • 29. Rekha Sindhal  |  ડિસેમ્બર 7, 2009 પર 8:05 પી એમ(pm)

  Nice to know you girishbhai, Can you please send me your e mail address?

  જવાબ આપો
 • 30. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  જાન્યુઆરી 6, 2010 પર 12:11 એ એમ (am)

  Sir

  Very good

  it’s a nice

  Dr. Kishorbhai M. Patel

  જવાબ આપો
 • 31. Ramesh Patel  |  માર્ચ 22, 2010 પર 3:23 પી એમ(pm)

  મુરબ્બી શ્રી ગિરીશભાઈ,

  સંસ્કારીતા ભર્યા મનોભાવમાં આપે સરસ રીતે

  સૌને સહભાગી કર્યા.ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)
  નમન સૌ આઝાદીના લડવૈયા…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  જવાબ આપો
 • 32. Rupen patel  |  મે 31, 2010 પર 3:46 પી એમ(pm)

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  જવાબ આપો
 • 33. gdesai  |  જૂન 1, 2010 પર 1:03 પી એમ(pm)

  Dear Rupen bhai,

  Thank you very much for including my blog “Man Sarovar” in Gujarati blogpedia.

  જવાબ આપો
 • 34. yaKISHOR D ADHIA  |  ડિસેમ્બર 11, 2010 પર 8:08 એ એમ (am)

  SHREE GIRISHBHAI MARE BHAGWAN MELAVAVA CHHE RASTO BATAVSHO? REPLY MARA EMAIL PAR AAPSHO TO MEHARBANI . BIJA KOI PASE JAWAB HOY TO MANE MARA EMAIL ADDRESS PAR MAIL KARSHO THANKS
  KISHOR D ADHIA
  KANDIVALI MUMBAI 67
  9320730975

  જવાબ આપો
 • 35. bakul shah  |  સપ્ટેમ્બર 16, 2011 પર 5:04 પી એમ(pm)

  શ્રી ગીરિશભાઈ
  .સર્વપ્રથમ તો મન સરોવર જેવુ યથાર્થ નામ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.આપણો પરિચય વાંચીને ખૂબજ સારી અનુભુતિ થઈ. આપનુ “કાંટાળા દંડા” કાવ્ય આપની વ્યથા ની અનુભુતિ કરાવે છે. જો આપ મારા બ્લોગ જગત ની મુલાકાત લેવા નો સમય ફાળવી યોગ્યા માર્ગદર્શન અને પ્રેરણા આપશો તો અત્યંત આનંદ થાશે.

  જવાબ આપો
 • 36. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  સપ્ટેમ્બર 18, 2011 પર 7:19 એ એમ (am)

  આદરણીય શ્રી ગીરીશભાઈ ,
  આપની “પીયુનીનો પમરાટ” ની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર ….ખાસ કરીને એટલા માટે કે આપે રસ લઇને જે સુચન કર્યું તે ખુબજ યોગ્ય લાગ્યું તે તો ખરુંજ પણ તેથી કરીને મને આપની અને આપના બ્લોગની પણ ઓળખાણ થઇ….. આપના અતિ સુંદર વિચારોનું વાંચન પણ હવે મળશે. આપે ઇશાવાસ્ય ઉપનિષદ્દ વિષે લખવાની વાત કરી છે તે ખુબજ ગમી. ખુબ નાની ઉમરથી …. ૧૦ વર્ષની હતી ત્યારથી ઇશાવાસ્ય ઉપનિષદ્દ નાં શ્લોકો મને કંઠસ્થ છે ….. પણ ત્યારે એ વિશે કોઈજ સમજદારી હતી નહિ …જોકે હજુ પણ ક્યાં પૂરી છે !!!! હા પણ મનમાં અતિ સુંદર ભાવ સાથે પ્રાર્થનાની જેમજ સુંદર રાગ અને લયથી શબ્દો સરી જાય છે બસ એટલુંજ! હવે તે અંગે આપની પાસે થી વધુ સમજવું ખુબજ ગમશે .
  પારૂ કૃષ્ણકાંત “પિયુની”

  જવાબ આપો
 • 37. shyamji c. parmar  |  ફેબ્રુવારી 18, 2012 પર 1:04 પી એમ(pm)

  શ્રી ગિરીશભાઈ, આપના બ્લોગની મુલાકાત લીધી. આપના વિચારો જાણી ખૂબ આનંદ થયો. ધન્યવાદ અને અભિનંદન્ આપના બ્લોગની અવારનવાર મુલાકાત લેતો રહીશ. shyamji parmar

  જવાબ આપો
 • 38. Girish Desai  |  ફેબ્રુવારી 18, 2012 પર 7:17 પી એમ(pm)

  Dear Shyamjibhi,

  Thank you very much for such a nice comment.I rally appreciate it. Please tell your friends also to visit my my blog.

  જવાબ આપો
 • 39. dinu  |  જુલાઇ 9, 2012 પર 5:59 પી એમ(pm)

  dear girish bhai,
  very nice define in gujarati, i like u love gujarat jay gujarat

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: