તેનું જીવન થયું ધન્ય ધન્ય
તેનું જીવન થયું ધન્ય ધન્ય
જ્યાં હું નથી કે જ્યાં તું નથી,
જ્યાં કશું નથી તે છે શૂન્ય.
જ્યાં પાપ નથી કે પૂણ્ય નથી,
જ્યાં કશું નથી તે છે શૂન્ય.
જેનો જન્મ નથી મૃત્યુ નથી,
છે જે સ્વયંભૂ તે છે શૂન્ય.
આ શૂન્યનું જ નામ બીજું છે
અનંત અનાદિ બ્રહ્મ.
જેણે માણી લીધું આ શૂન્ય
તેનું જીવન થયું ધન્ય ધન્ય.
Trackback this post | Subscribe to the comments via RSS Feed