Archive for મે, 2011
It’s ‘World Best Friends Week’ from e-mail
Do you know what the relationship is between your two eyes?
They blink together, they move together, they cry together, they see things together, and they sleep together, but they never see each other; that’s what friendship is. Your aspiration is your motivation, your motivation is your belief, your belief is your peace, your peace is your target, your target is heaven, and life is like hard core torture without it!
It’s ‘World Best Friends Week’ |
Small people talk about other people, mediocre people talk about things, great people talk about ideas! An !dea can change our life.
“શ્રદ્ધા અને માન્યતા”
શ્રદ્ધા અને માન્યતા
શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ.કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી. દીવાલની રચના જાણવા માટેતો દીવાલનું જ નિરીક્ષણ કરવું પડે.તો જ તેને યોગ્ય ઉપાયથી હઠાવાય. આ જ પ્રમાણે,મારી દ્રષ્ટિએ, શ્રદ્ધા તો અંતરની શકિત છે, પ્રકાશ છે અને જયારે તેના માર્ગમાં મનના સંશયોની દીવાલ ખડી થઇ જાય છે ત્યારે તેનો પડછાયો પડે છે. આ પડછાયો એટલે જ મન્યતા.બીજા શબ્દોમાં કહી તો માન્યતા એટલે મનમાં જે છે તેનાથી “મા અન્ય” અન્ય કશું છે જ નહીં અગર અન્ય કશું હોઇ શકે જ નહીં એવો ભાવ. શ્રદ્ધાનો આ પડછાયો દૂર કરવો હોય તો સંશયોની દીવાલનું નિરીક્ષણ કરી તેને વિવેક બુદ્ધિના હથોડે તોડી ત્યાંથી હઠાવીએ તો અંતરનો એ પ્રકાશ પૂર્ણ પ્રકાશીત દેખાય.
પ્રકાશ ઝાંખો થવાનું બીજું પણ એક કારણ છે.અને તે એકે આપણે જેમ જેમ પ્રકાશના ઉદ્ભવ સ્થાનથી દૂર જતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઝાંખો થતો જાય છે.એ જ પ્રમાણે આપણું મન જેમ જેમ અંતરથી દૂર જતું જાય છે અર્થાત જેમ જેમ બહિર્મુખ થતું જાય છે તેમ તેમ અંતરનો આ પ્રકાશ, “શ્રદ્ધા” ઝાંખી થતી જાય છે. તો શ્રદ્ધાને ઝાંખપ આપતું આ કારણ દૂર કરવું હોય તો ભટકતા મનને અંતરમુખ કરવું જોઇએ અને તે માટે પણ વિવેક બુદ્ધિ જ કામ લાગે છે. શ્રદ્ધાનો આ પડછાયો, માન્યતા, અંધશ્રદ્ધાના નામે પણ જાણીતો છે.પણ મને એમ કહેવું યોગ્ય નથી લાગતું. કારણ કે અંધતો આપણુ મન છે શ્રદ્ધા નહીં. બીજું નામ આપવું જ હોય તો આ માન્યતાને અર્ધશ્રદ્ધા કહેવું વધુ ઉચીત ગણાય.
ઇતિ.
તાજેતરની ટિપ્પણીઓ