Archive for નવેમ્બર, 2009

“ભષ્ટાચાર”

” ભષ્ટાચાર”

આંખો ફાડી તમે જુઓ જરા, ઓ ભારતના નર ને નાર

રાતદિવસ તમારી ચારેકોરે, ચાલી રહયો છે ભષ્ટાચાર.

લાંચરૂશ્વત ને દાદાગીરીથી, થઇ રહયાં છે લોકો ખુવાર

ગુંડાઓ આ દેશની માહેં, થઇ બેઠા છે ભરથાર.

કાયદા કાનૂન ભંગ કરવામાં,છે શિક્ષિતો પણ હોશિયાર

ઘરનો કચરોે રસ્તામાં ફેંકે, ન લાજે,કરતાં ગંદકી પારાવાર.

ન ભણાવે કશું શિક્ષક શાળામાં, ટયુશનથી કમાયે ભારોભાર

લોભી આ શિક્ષકના શિક્ષણથી, કહો થશે પ્રજા કેવી તૈયાર ?

ભૂલ શોધી બીજાઓની, ટીકા કરવા છે સહુ તૈયાર

પણ હું શું કરૂં તો સુધરે ભાવિ,ન કરે એનો વિચાર.

કદી આવે જો મનની માંહે, ભાવિ તણો કાંઇ વિચાર

તો પણ ન મળે હિંમત હૈયામાં, કરવા તેનો આચાર.

ચાલશે નહીં કશું આપણું, માની સ્વીકારે પોતાની હાર

ને ગુંડાઓથી બચવા, તેમને પહેરાવે ગળામાં હાર

ભાષણો ખૂબ ખૂબ સાંભળ્યા,કસી કમ્મર થઓ તૈયાર

તો જ ભાઇ થશે ભાવિમાંહે મા ભોમ તણો ઉધ્ધાર.

નવેમ્બર 10, 2009 at 1:50 પી એમ(pm) Leave a comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Blog Stats

  • 38,012 hits