Archive for નવેમ્બર, 2008
” ષડરિપુ”
“ષડરિપુ”
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
ઓ ભાઇ, તને ષડરિપુ કરે હેરાન
કામ,કોધ,લોભ,મોહ,મદ ‘ને મત્સર,
છ છે એનાં નામ
પળપળ આવી પજવે તુંને
કરે તને બેધ્યાન
ઓ ભાઇ તને
કામમાંથી કોધ જનમે,કોધ ભૂલાવે ભાન
વાણી વર્તન વિપરીત થાયે,રહે ન કોઇ લગામ
ઓ ભાઇ તને
લોભ,મોહમાં તું શે લપટાયો,કયાં ગઇ તારી સાન !
રાત દિવસ તે પકડી રાખે, કરે તને ગુલામ
ઓ ભાઇ તને
મત્સરતો તને જીવતો બાળે, કરે ઉંઘ હરામ
મદતો મનમાં હુંપદ આણે, અને વિસરાવે રામ
ઓ ભાઇ તને
શ્રદ્ધા કેરૂં ધનુષ્ય લઇ લે, લઇ લે બુદ્ધિનું બાણ
ભકિત કેરી પણછ ચઢાવી, કર તેનું સંધાન
ઓ ભાઇ તને
સંહારી દે તું ષડરિપુ સઘળાં,ચીંધીને તારૂં બાણ
નષ્ટ કરી એ ષડરિપુ તારાં,ભજી લે તંુ સુખથી શ્રી રામ
ઓ ભાઇ તને
” સમાચાર ”
” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?
“ભકિતનો સૂરજ”
ભકિતનો સૂરજ
લાખ લાખ તારા તેં નભમાં વિખેર્યાં
તોયે નભ લાગે હજુ ખાલી.
રાતે તે તારા નભમાં ઝબુકતાં
ઉગે સૂરજ ‘ને જાય ચાલી.
મરાં મનના આકાશે વિચાર તેં વિખેર્યાં
મૂકયો ન એક ખૂણો ખાલી,
ભકિતનો સૂરજ એમાં ન ઉગ્યો
રે શાને મન મારૂં અભાગી !
સૂર જ ‘ને તારા આવે ‘ને જાયે
જાણે રમે નભે સાતતાળી
પેલો ભકિતનો સૂરજ કદી ડોકિયું કરીને
ભાગે દઇ મને હાથ તાળી.
નરસિંહ મહેતાના દીલમાં જે ઉગ્યો
તે હતો ભકિત સૂરજ ચીરકાળી.
તેથી તો મહેતાનાં સુખ ‘ને દુ:ખમાં
સદા સાથે રહયાં વનમાળી.
લાખ લાખ તારા તેં નભમાં —
તાજેતરની ટિપ્પણીઓ