Archive for નવેમ્બર, 2014

આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી

¬¬ “આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”
શ્રી. વિજય ભાઈએ મને આ વિશય ઉપર લખવા પ્રેરણા આપી એટલે અહીં મારા વિચારો વ્યક્ત કરું છું. આધ્યાત્મ એજ ઉત્થાનની (પ્રગતીની)સીડી છે એ વિશે મને કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ સીડી ઉપર ચઢવું એ સહેલી વાત નથી. કારણ કે આ સીડી કોઈ પણ ઢાળ વગરની વર્તુળાકારે સીધી ઊપર ચઢતી સીડી છે અને તે આપણને ગોળ ગોળ ફેરવતી ઉપર લઈ જાય છે. વળી એના દરેક પગથીયાં સાંકડા હોય છે અને દરેક પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પગથીયાં એટલે આપણા અંત;કરણમાં છૂપાયેલ વાસના, વિચાર, વાણી અને વર્તનનો ભંડાર. ઈશાવાસ્ય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુજ્જીથા”ની સલાહ આ ભંડાર ઓછો કરવા માટે આપી છે, પરંતુ આપણે તો તેને બદલે રોજબરોજના અનુભવો સંઘરી સંઘરી એ ભંડારનો ભાર વધારતા જ રહીએ છીએ. આટલો બધો ભાર ઉચકી ઉત્થાન અર્થાત પ્રગતિ કરવાનું સહેલું નથી. અહીં મને કાકા સાહેબ કાલેલકરનું એક વાક્ય યાદ આવ્યું. ‘પ્રગતિ સ્ક્રુના આંટા જેવી છે. જે સ્ક્રુ ઉપર આંટા વધારે હોય એની પ્રગતિ ધીમી થતી હોય છે. તે જ પ્રમાણે જો આપણે અપણા અંતઃકરણમાં પડેલા વાસના, વિચાર, વાણી અને વર્તનના આંટા વધારે હોય તો આપણી પ્રગતિ પણ ધીમી જ થાય. તો આપણા મનમાં પડેલા આ આંટા ઓછા કરવાનો ઉપાય શું ? આ લેખના શીર્ષકમાં સીડી શબ્દ વપરયો છે તેથી મેં આ સીડીનું વર્ણન મારાથી શક્ય હતું તેટલું દુષ્કર બનાવ્યું છે. પરંતુ કઠોપનિષદમાં તો આધ્યાત્મનો રસ્તો કેટલો દુષ્કર છે અને તે રસ્તે ચાલી કેમ સફલ થવું તેનો નિર્દેશ કર્યો છે. તેમાં કહ્યું છે કે
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત /ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગં પથઃ તત કવયો વદંતિ.”
અર્થ છે કે આધ્યાત્મનો રસ્તો તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા બરાબર છે. માટે ઉઠો, જાગો સજાગ રહો અને સિધ્ધ પુરુષની દોરવણી અને આશિર્વાદ લઈ ખૂબ સાવધાનીથી અગળ વધો તો જરુર સફળ થશો.
હવે અહીં હું આપણા અંતઃકરણમાં પડેલ ધાર્મિકતા વિશેના વિચાર અને વર્તન રુપી એક આંટાનું ઉદાહરણ આપી મારી વાતને પૂર્ણ વિરામ આપીશ. આપણે સહુ જાણીએ છીએ કે ઘણા લોકો પોતાની ધાર્મિકતા પોશવા માટે કે તેનું પ્ર્દર્શન કરવા માટે નિયમીત રીતે એમના દેવસ્થાનોમાં પ્રાર્થના કરવા જતા હોય છે. વળી કેટલાક સત્સંગ ને નામે કથા વાર્તા સાંભળવામાં વ્યસ્ત રહેતા હોય છે. આમ કરવું કશું ખોટું નથી, પરંતુ આમ કરવાથી ધાર્મિક થવાશે એ મનનો ભ્રમ છે. ધાર્મિક વ્યક્તિ મંદિરે જાય એ બને પણ મંદિરે જાય તે ધાર્મિક બને એ માની લેવું શંકાસ્પદ છે. અને સાચો સત્સંગતો ત્યારે થયો કહેવાય કે જ્યારે આપંણા વાણી, વિચાર અને વર્તનમાં સચ્ચાઈ ભળે.
“વાણી,વર્તન ને વિચારમાં જો ભળે સત્યનું અંગ, તો જાણજો ભાઈ થયો સાચો સત્સંગ”
ધાર્મિકતા અને આધ્યાત્મિકતા
Religiosity And Spirituality
આ બે શબ્દો મેં ઘણી વાર સમાનાર્થે વપરાતા સાંભળ્યાં છે. પરંતુ મારી સમજ પ્રમાણે મને આ બેઉના અર્થમાં આસમાન જમીનનો ફેર લાગે છે. તેથી આ વાતની ચોખવટ કરવા અહીં મારા વિચારો રજુ કરું છું. મારી સમજમા કાંઈ ભૂલ હોય તો તે અંગે પ્રતિભાવ પાડવા આપ સહુને મારી ખાસ વિનંતી છે.
0aimRkta એટલે ધર્મપાલનને લગતા વિચાર અને વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્મા સંબંધિ વિચાર અને વર્તન આમતો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં અનો અર્થ જુદા જુદા માનવ સમાજમા પળાતાં ધાર્મો જેવા કે “હિન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન વગેરે વગેરે” એવો કર્યો છે. આ બધા સામાજિક ધર્મો માનવકૃત છે. અર્થાત પોતપોતાના સ્થળ અને કાળને ધ્યાનમાં રાખી સમાજની સુવિધાઓ સચવવા તે સમાજે ઘડેલા નિતી નિયમો. અને આ નિયમો તે સમાજનો ધર્મ બની જાય છે. જે સમયાનુસાર બદલાતો રહે છે. વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે. આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોક્ત અને સામાજિક રીત રીવાજ અને વિધિ નિષેધોના બંધન હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના ધર્મના આ બધા બંધનો મને કે કમને સ્વીકારી લે છે. આ સ્વીકૃતી જ તેને આધ્યાત્મને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. કોઈને ત્યાં લગ્ન,કથા કે નવા ગૃહ પ્રવેશ નો પ્રસંગ હોય તો તેની વિધિ માટે કયા મહારાજને બોલાવવા, કેટલા માણસોને આમંત્રણ મોકલવા, કયા હોલમાં સહુની વ્યવસ્થા કરવી આ બધનો કેટલો ખર્ચ થશે, આવી બધી ગડમથલમાં એનો બધો સમય બરબાદ થઈ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ ક્યાંથી મળે. રોજબરોજની ગડમથલો જ વ્યક્તિને બહિર્મુખ બનાવેછે. વૈદિક કળમાં પણ આ જ સમસ્યા હતી. તે સમયના બ્રાહ્મણો અને ક્ષત્રીઓ કર્મકાંડમાં એટલે કે યજ્ઞયાગ, હવન અને આહૂતિ, બલીદાનની પ્રવૃત્તિમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમને વેદની રુચાઓનો ગુઢાર્થ સમજવાનો સમય જ મળતો નહીં. તેથી આવી ક્રીયાઓમાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઈ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાંતની એટલે કે ઉપનિષદોની અર્થાત જ્ઞાનકાંડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયાસ કર્યો. ધર્મની સાચી વ્યાખા તો છે “ધારયતિ ઈતિ ધર્મ” એટલે કે જે પ્રાણી માત્રનું પાલન કરે તે છે સાચો ધર્મ. તો જે ધર્મનું આપણે પાલન કરવું પડે તે ધર્મ અપંગ જ કહેવાયને ? વળી માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીની ગણના થતી હોય છે. જગતના અન્ય પ્રાણીઓની નહીં. એટલું જ નહીં પરંતુ પોતાના ધર્મથી જુદા ધર્મોના માણસોની પણ ગણના નથી થતી. કારણ કે દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે. એમના મંદિરો,મસ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાથના કરવાના ઢંગ પણ અલગ અલગ અને સહુના દેવ પણ અલગ અલગ, જ્યાં આવો શંભુમેળો હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે ! અરે આવી સ્થિતિમાં આધ્યાત્મિકતા તો શું પણ ધાર્મિકતા પણ ભૂલાઇ જાય છે અને અંતે અલગ અલગ ધર્મો વચ્ચે ઝગડા શરુ થઈ જાય છે. મારું એવું માનવું છે કે આજ સુધી આ દુનિયામા જેટલા યુદ્ધો થયા છે તેના મૂળમા મહદ અંશે આ ધાર્મિક ઝગડા જ કારણભૂત બન્યા છે.
આપણે સહુ જાણીએ છીએ કે માનવ મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છે. એ વાત ધ્યાનમાં રાખી મહર્ષિ પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધર્મિકતાથી અધ્યાત્મિકતા સુધી પહોંચવાનો સાચો રસ્તો બતાવ્યો છે. તેમણે બતાવેલા અષ્ટાંગ યોગના નિયમો જગતની દરેક વ્યક્તિ માટે એક સરખાં છે. આ નિયમો અનુસાર જીવન જીવવા માટે કોઈ મંદિર,મસ્જિદ કે ચર્ચની આવશ્યકતા નથી. જરુરત છે કેવળ સૃ્ષ્ટિ અને સૃષ્ટિમાં રહેલા અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યવહાર ઉપર ચાંપતી નજર રાખવાની. આ નિયમો છે સનાતન ધર્મના, માનવતાના, જેનું અનુસરણ કરીએ તો બીજા કોઈ ધર્મની જરાએ આવશ્યકતા નથી. આ નિયમોથી ભલે આપાણું મન સો ટકા અંતરમુખ ન થાય પણ આપણા મનને સ્વથ અને શાંત રાખવામાં જરુર સહાયક થશે. અને મન જ્યારે સ્વસ્થ અને શાંત થશે ત્યારે મનને અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગો “ધારણા, ધ્યાન અને સમાધિ” તરફ વાળવાનુ સરળ થશે. શક્ય છે કે સમાધિ સુધી આપણે ન પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઈ શકીએ. અંતરમુખ થઈએ તો જ આપણે આપણા અહંને દૂર કરી શકીએ. હવે ધાર્મિક્તા અને આધ્યાત્મિકતામાં મને જે ફરક જણાયો તે રજુ કરું છું

ધાર્મિકતા આધ્યાત્મિકતા
માનવકૄત છે કુદરતી છે
અનુકરણીય છે અનુભવનીય છે
બહિર્મુખી છે અંતરમુખી છે
અનેક છે એક જ છે
સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
કેવળ માનવ માટે છે સર્વ પ્રાણી માટે છે
આપણે તેનું રક્ષણ કરવું પડે છે તે આપણુ રક્ષણ કરે છે

નવેમ્બર 14, 2014 at 9:48 પી એમ(pm) Leave a comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Blog Stats

  • 38,012 hits