ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર
ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર
ચૈતન્ય, આ શબ્દના બીજા ઘણા પર્યાય શબ્દો છે જેવા કે બ્રહ્મ, સશ્ચિદાનંદ,પરમાત્મા,જગદાધાર વગેરે વગેરે. છતાં મને સહુથી વધારે પસંદ છે ઈશાવાસ્ય ઉપનિષદમાં અપાયેલું નામ અદઃ અર્થાત ‘તે’. આપણે જે વસ્તુ કે વ્યક્તિને જાણતા ન હોઇએ તેનો ઉલ્લેખ ‘તે’ ના સંબોધનથી જ કરીએ છીએ. અને જે વસ્તુ કે વ્યક્તિ આપણી સમક્ષ હોય પણ તેનું નામ ન જાણતા હોઇએ તો તેને ‘ઈદં’ અર્થાત ‘આ’ કહી સંબોધીએ છીએ. આ ‘અદઃ’નું બીજું નામ છે પુરુષ અને ‘ઈદં’નુ બીજું નામ છે પ્રકૃતિ. ઈશાવસ્યના શાંતિ મંત્રમાં કહ્યું છે કે ‘તે’ એક પુરુષમાંથી ‘આ’ સર્વ પ્રકૃતિ ઉદ્ભવી છે. અને તે પુરુષ પ્રકૃતિની અંદર અને બહાર બધે જ વ્યાપ્ત છે. ‘તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ’ ‘તે’ના સ્વરુપનું આવું વર્ણન કર્યા પછી તેનો પૂર્ણ પણે સ્વીકાર કરવા કેવી રીતે કર્મ કરવું તે સમજાવતા કહ્યું કે “કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત શતં સમાઃ, એવં ત્વઈ ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે” એટલેકે આ પ્રમાણે સમજી કર્મો કરતાં કરતાં સો વર્ષ જીવવાની અશા રાખો. દરેક કર્મનું એક સામાન્ય ફળ મળે છે જેનું નામ છે અનુભવ . અને અનુભવ વિના અનુભૂતિ થવી અશક્ય છે. અને અનુભૂતિ વિનાનો પૂર્ણ સ્વીકાર પણ અસંભવ છે અને તેથી જ જીવનમાં કર્મ યોગ મહત્વનો ગણાયો છે. કર્મયોગ કરવાની સાચી રીત બતાવતા છાન્દોગ્ય ઉપનિષદમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસ ઉપર ભાર મુકાયો છે. તો આ શ્રવણ, મનન અને નિદિધ્યાસ શું છે અને તેને કર્મયોગ કેવી રીતે કહેવાય તે મારી સમજ પ્રમાણે અહીં રજુ કરું છું. અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. મારી દ્ર્ષ્ટિએ એનો અર્થ છે આપણી પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ ગ્નાનેન્દ્રિયોથી મળતા અનુભવો કે જેનાથી આપણે આપણુ અંતઃકરણ ઘડતાં રહીએ છીએ. અને મનમાં ઉભરાતા આ અનુભવો શાથી થયાં, તે સારા હતા કે ખોટા, ફરીથી એવો અનુભવ કરવાની ઇચ્છા થાય કે નહીં, તેનો બુદ્ધિ પૂર્વક ઉકેલ લાવવો એ છે મનન, અને આ ઉકેલ પ્રમાણે આપણા વર્તનમાં જરુરી ફેરફાર કરવા એ છે નિદિધ્યાસ. આપણા દરેક કર્મમા આ ત્રણે ક્રિયાઓ અગત્યની છે. કારણ કે
શ્રવણં,મનનં,નિદિધ્યાસં કૃત્વા ત્રયો તત ભવતિ વિકાસં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા એકોપિ ભવતિ વિકારં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા ત્રયો તત ભવતિ વિનાશં
પરપોટો
તળાવ કેરે તળિએ એક દિ, થયો નાનો પરપોટો,
ધીરે ધીરે ઉપર આવ્યો ને થતો ગયો એ મોટો.
જોવાદે ઉપર જઈ મુજને કે કોણ છે મુજથી મોટો,
એમ વિચારી કર્યું ડોકિયું,ત્યાંતો દેહ એનો છૂટ્યો.
દેહ જુઓ આ પરપોટાનો આભાસ છે કેવો ખોટો,
જો ન હોય પાણી ચારે કોરે તો બને શું કદિ પરપોટો ?
સંસાર કેરા સાગર માહીં, આ દેહ છે એક પરપોટો
જો ન હોત ચૈતન્ય ચારે કોરે તો થાત કેમ નાનેથી મોટો.
વર્તમાનમાં જીવતા શીખો.
વહી જતા વર્તમાનની આ પળોમાં,
માનવી આયખું આખું વિતાવે
છતાં રહે ભટકતો ભૂત કેરી સ્મૃતિમાં
કે રહે રઝળતો ભાવિ કેરે વિચારે.
ત્યજી એ વિચરો ભૂત ભાવિ કેરા,
લો ભોગવી વર્તમાનની પળો આ.
ત્યાગીને ભોગવી જણો.
કહ્યું ન શું એ ઈશાવાસ્યમાં ?
કોઈ પણ માણસ વયસ્ક હોય કે યુવાન જો તે વર્તમાનમાં જીવતા ન શીખે તો તેને સુખ કરતા દુઃખનો અનુભવ વધારે થાય છે. કારણ કે ભૂતકાળના સારા અનુભવો માંથી મળેલો આનંદ એ ફરી ફરીને વાગોળે છતાં તેનો અનુભવ ફરીથી થઈ શકતો નથી.અને એનું કારણ એ છે કે એના એ ભૂતકાળથી માડીને એના ચાલુ વર્તમાન દરમીયાન વિતેલા સમયમાં એના મન અને તનમા જે ફેરફાર થતા હોય છે તે જ તેની આડે આવે છે. અને આ ફેરફારો જ એના દુઃખનું કારણ બને છે. વળી ભાવિનો ભરોસો કરવો એ ડહાપણની વાત નથી. યુવાનીમાં પડેલી આદતો વયસ્ક વયે દૂર કરવી અતિ દુષ્કર છે. જે વયસ્કો જમાનાની સાથે બદલતા નથી તે બધા વયમા વધે છે પણ સંબંધો સાચવવામાં પાછા પડે છે. જે વ્યક્તિ ભૂતને ત્યાગવા અસમર્થ છે અને ભાવિના સ્વપ્ના જોતો રહે છે તે વર્તમાન ભોગવવી શકતો નથી. મારી દ્રષ્ટિએતો વર્તમાન ભોગવવો એ જ અમૃતનો સાચો અનુભવ છે. વર્તમાનમાં જ આપણે જીવીત અવસ્થામાં (અ-મૃત અવસ્થામાં) રહીએ છીએ ને? મૃતાવસ્થા પછીતો ભૂત વર્તમાન કે ભાવિ બધું જ અદ્રશ્ય. સુખી રહેવું હોયતો ભૂલવાની,સહકાર આપવાની,સહન કરવાની વગેરે વગેરે કળા શીખવી બહુ જરુરી છે.
ગિરીશ દેસાઈ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
આ ચારને અપણા શાત્રોમાં જીવન આચારના મૂખ્ય પાયા ગણાવ્યા છે.
શા માટે ? આ ચારે શબ્દોનો અર્થ નીચે પ્રમાણે કરીએ તો સરળતાથી
સમજાશે.
ધર્મ=નીતિમત્તા અર્થ=ધ્યેય કામ=પુરુષાર્થ મોક્ષ=સિદ્ધિ કે સફળતા
આપાણે જીવનમાં જે કાંઇ સિદ્ધ કરવું હોય તો તે માટે સૌથી પ્રથમ મનમાં
તે માટે ધ્યેય હોવું અતી આવશ્યક છે.
અને તે ધ્યેય હાંસલ કરવા પુરુષાર્થ કરવો જ પડે છે.
પરંતુ આ પુરુષાર્થમાં જો નીતિમત્તા (પ્રામાણિકતા) ન હોય તો
સાચી સ્થાયી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે.
એટલે કે નીતિમત્તાથી પુરુષાર્થ કરવામાં આવે તો ધ્યેય ઉપર પહોચવામાં સફળતા જરુર મળે છે.
ફેબ્રુવારી 17, 2014 at 3:26 એ એમ (am) gdesai Leave a comment
CONTENT
Exercise is good for body
Meditation is good for mind
Intellect is good for mony
But only in
Content happiness we can find
જાન્યુઆરી 28, 2014 at 10:05 પી એમ(pm) gdesai Leave a comment
કાલ આજ અને કાલ
કાલ આજ અને કાલ
વીતી ગઇ જે કાલ તે,
ન આવે કદી હાથમાં
ખબર નથી શું આપશે,
કાલ આવતી હાથમાં
ભૂલી એ ભૂત ભાવીને,
માણો આજ, જે છે હાથમાં
જાન્યુઆરી 16, 2014 at 12:49 એ એમ (am) gdesai Leave a comment
“ભૂત,ભાવિ,વર્તમાન”
ભાવિ આપે વર્તમાનને
નીત નવી ક્ષ્ણોનું દાન
ભૂત આવી તે ચોરી જાય
જો રહે વર્તમાન બેધ્યાન
જાન્યુઆરી 16, 2014 at 12:40 એ એમ (am) gdesai Leave a comment
શત્રુ અને મિત્ર
શત્રુ અને મિત્ર
અહંને સમજો શત્રુ ’ને મૃત્યુને સમજો મિત્ર
અહં ફસાવે જીવને મૃત્યુ કરે તેને સ્વતંત્ર
“સંશયાત્મા વિનશ્યતિ.”
“સંશયાત્મા વિનશ્યતિ.”
જીવન જીવવા માટે શ્વાસની જેટલી જરુરત છે તેટલી જ જીવનમાં પ્રગતિ કરવા વિશ્વાસની જરુરત છે. વિશ્વાસના મુખ્ય બે પ્રકાર છે. એક છે આત્મવિશ્વાસ અને બીજો છે અન્ય વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો વિશ્વાસ. શ્વાસ ક્યાં સુધી આપણને સાથ આપશે તે તો આપણા પ્રારબ્ધ ઉપર અધાર રાખે છે, છતાં શ્વાસ ઉપર એટલો વિશ્વાસ તો જરુર રાખી શકાય કે તે એક દિવસ આપણને મુકીને અદ્રષ્ય થઇ જશે. પરંતુ વિશ્વાસ ક્યાં સુધી ટકશે એ તો આપણા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, આપણે મનમાં રહેલ સંશયોનું કેટલા પ્રમાણમાં સમાધાન કર્યું છે તે ઉપર આધાર રાખે છે. એટલે જ ગીતામાં કહ્યું છે કે “સંશયાત્મા વિનશ્યતિ.” તો આ સંશય એટલે શું ? અને આપણા જીવનમાં એનું પ્રયોજન શું? એ એક ઉદાહરણથી સમજવું સરળ થશે. જેમ આપણા દેહની પુષ્ટિ માટે આપણો દેહ ભૂખ અને તરસના સંદેશા મોકલતો રહે છે જેને માન આપી આપણે અન્ન જળ લેતાં રહીએ છીએ. આ અન્ન જળનું જઠરમાં પચન થતાં દેહ પોશક તત્વો સ્વિકારી બીનજરુરી કચરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે પણ જો તેમાં તે સફળ ન થાય તો રોગનો ભોગ બની દેહનો વિનાશ કરે છે. તેમ જ આપણું મન આપણી ઇદ્રીઓ દ્વારા કુતૂહલતાના સંદેશા મોકલતું રહે છે અને તેને માન આપી આપણે વિચાર (સંશોધન) કરતા રહીએ છીએ. આ વિચારોનું બુદ્ધિમાં જ્યારે મનન થાય છે ત્યારે સાચી વાત સમજાય છે પરંતુ છતાં જો મનન પછી કોઈ સંશય આર્થાત કોઈ વહેમ રુપી કચરો શેષ રહી જાય તો મન અશાંતિનો ભોગ બને છે. આવા વહેમી મનને જ ગીતામાં ‘સંશયાત્મા’ કહ્યો છે. સંશય એટલે મનનો ખોરાક અને જેનું બુદ્ધીમાં પચન (મનન) થયા પછી પણ વહેમનો કચરો બહાર ન ફેંકાયો હોય એવો આત્મા તે ‘સંશયત્મા’.
સંશયના બે અર્થ છે.
૧ સંશય = આશ્ચર્ય કે કુતૂહલ જે મનનો સ્વાભાવિક ખોરાક છે.
૨ સંશય = વહેમ,અજ્ઞાન,અંધશ્ર્દ્ધા માનનો મેલ.
રાખ અને શાખ
રાખ અને શાખ
ન ઈચ્છું હું, કે રહે સચવાઈ
મારા મૃત દેહની રાખ.
પણ
ઈચ્છું છું, કે રહે સચવાઈ
મારા જીવન ભરની શાખ.
મૃત્યુ સાથે મેળાપ
ન જાણ હુંુ,
કયાં, કયારે ‘ને કેવી રીતે
મળીશ હું મારા મૃત્યુને.
પણ જાણુ છું,
કે પ્રભુ કરશે એ નકકી
નાણી મારા બધા કૃત્યોને.
તાજેતરની ટિપ્પણીઓ