એક ખુબ જ સરસ વાત છે

મે 29, 2010 at 8:14 પી એમ(pm) 1 comment

એક ખુબ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે
  

પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા…એની આ વાત છે.થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વેસ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે…
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણપડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે “ઓ…સાયેબ…અરે..ઓ..શેઠ” બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે “સાયેબ,તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથીવધારે ભુખ્યાને કામ લાગશે.” મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,
“જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?”…તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે,” શેઠ…સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી,ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇકગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણકોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાંહોત….!!!”  

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે…શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરીકરીને રોકાણ કરીએ છીએ…
૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને
આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ…!!!
खबर नहीं है पलकी….
और बात करत है कलकी…
ओ बोलो तारा रा..रा..रा..रा…राम राम राम…! !

 

Advertisements

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમેલું.

“content brings happiness” ધર્મ અને અધર્મ

1 ટીકા Add your own

  • 1. rajeshpadaya  |  મે 30, 2010 પર 1:10 એ એમ (am)

    હા સર, ખુબ જ ઉત્તમ વાત કહી છે, જે દેહ ફક્ત પરમેશ્વરના જ વિશ્વાસે જીવે છે, એમની પાસે ભલે કાઈ પણ ના હોય તો પર બધુ જ હોય છે.

    પરમેશ્વર વગરની આ જીંદગીનો નાશ આ શૈતાન જ ભૌતિક્વાદ બનીને લોકોને ભરમાવી મારીને અશાંત અને બેચેની ભર્યુ જીવન જીવવા મજબુર કરે છે અને નરકમાં ઘસડી લઈ જાય છે. લોકોએ ચેતવા જેવુ ખરુ હો…….

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

  • 26,986 hits

%d bloggers like this: