“લક્ષાધિપતિ અને કરોડાધિપતિ”

જાન્યુઆરી 22, 2010 at 2:38 પી એમ(pm) 1 comment

લક્ષાધિપતિ અને કરોડાધિપતિ

આજ કાલ ભારતવર્ષમાં ફાટી નીકળ્યો સંત સાધુઓનો રાફડો

કથા વાર્તા સાંભળી તેમની શું થશે ઉદ્ધાર કદી આપણો

આજ કાલ ભારતમાં કીડીના રાફડા  કરતાં પણ વધુ ઝડપથી સાધુ સંતોના રાફડા ફાટી નીકળતાં દેખાય છે.એટલું જ નહીં પણ ભારતીઓનો પીછો પકડી હવેતો દુનિયાના દરેક દેશના દરેક શહેરમાં પણ આ રાફડા ફાટી નીકળતાં દેખાય છે. શું કથા વાર્તા સાંભળવાથી જ આપણે ધર્મિષ્ઠ થઇ શકીએ ? વળી આ માટે આવી કથાઓ સાંભળવા જન મેદનીના એથી પણ મોટા રાફડા બધે જ દેખાય છે. આ જન સમુહ કથા સાંભળે તેનો મને વાંધો નથી નથી.પરંતુ આ માનવ મેદની જેટલો સમય (man hours ) તેને માટે ફાળવે છે તેનો દશમો ભાગ પણ જો દેશના અશિક્ષીતોને શિક્ષણ આપવામાં કે રસ્તા શેરીઅમાં થતી ગંદકી દૂર કરવામાં ગાળે યાતો કેવળ પોતાના આંગણા સ્વચ્છ રાખવામાં ગાળે તો દેશનો ઉદ્ધાર જલદી થાય એમ હું માનું છું. વળી જે લોકો કથા વાર્તામાં સમય નથી બગાડતા તે બધા બોલીવુુડની અસરમાં આવી ધનના ઢગલા ભેગા કરવામાં પડયા છે.આજના મા બાપ પોતાના નાના લાળકોને ભણતરને ભોગે પણ “સારેગમપ” ” લીટલ ચેપ્સ” અને “ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં” જેવા પ્રોગ્રામોમાં ભાગ લેવા પ્રોત્સાહન આપી રહયાં છે. હોલીવુડની નકલ કરતાં બોલીવુડની અસર આ બાળકો ઉપર કેવી પડશે તે અંગે વિચાર કરવો જરુરી છે એમ હું માનુ છું. ભારતાના દરેક પ્રાંતની ભાષામાં આજે અંગ્રેજીનો પગ પેસારો કરાવવામાં બોલીવુડ નો ફાળો સૌથી મોટો છે. બાળકો સંગીત નૃત્ય જેવી કળા શીખે તે આવશ્યકતો છે જ પરંતુ ભણતરને ભોગે તો નહીં જ.

અહીં હું ભણતર એટલે કેવળ શાળા કોલેજની ઉપાધિ લેવાની વાત નથી કરતો. કારણ આવી ઉપાધિઓ તો ધનલોભી શિક્ષકો વગર ભણે પણ અપાવી શકે છે. મારી દ્રષ્ટિએ જે જીવન નિર્વાહમાં મદદરુપ થાય, જેનાથી સમાજમાં તમારી ગણના થાય અને જે શિક્ષણથી તમે સમાજની આબરુ વધારો એવી આવડત કેળવવી એ જ સાચું ભણતર છે.એ જ સાચું શિક્ષણ છે. આ સંગીત અને નૃત્યની હરીફાઇની જેમ જ રમત ગમતની કે લશ્કરી તાલીમની સ્પર્ધા ટીવ્ી ઉપર કેમ પ્રસારતિ નથી થતી ? શા માટે “ર્વ્લ્ડ ઓલિપીકમાં” ભાગ લેવા ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન નથી મળતું ? મારું કહેવું એ નથી કે આવી કોઇ પ્રવૃિ ત્ત થતી જ નથી પણ સંગીત અને નૃત્યના હરીફોમાં જે પ્રથમ સ્થાન મેળવે છે તેમને બોલીવુડ તરફથી લાખોના કોટ્રાકટ મળે છે જયારે સરહદ ઉપર જીવને જોખમે લડી વીરતા બતાવનાર સૈનિકો કેવળ એક બે ચંદ્રક આપી રીઝવવામાં છે. આવું શાથી? અને તેમને આવા ચંદ્રક આપતા પ્રધાનો લોકોને લુંટીને ધનના ઢગલા એકઠા કરે છે.મારી દ્રષ્ટિએ તો જે વ્યકિત પોતાની અને સમાજની ઉન્નતિ ઉપર લક્ષ આપે ” કેવળ ધનના ઢગલા પ્રત્યે નહીં” તે જસાચો લક્ષાધિ પતિ છે અને જેની કરોડ રજજુ શારીરિક શ્રમ કરતાં નંદવાઇ ન જાય તે જ સાચો કરોડાધિપતિ છે. આટલું લખ્યા પછી મનેતો એમ લાગે છે કે ધર્મનો પ્રચાર કરતા સાધુઓ અને શિક્ષણ આપતા શિક્ષકો અર્થાત બા્રહ્મણ વર્ગ , રાજય ચલાવતા નાલાયક અને નફફટ નેતાઓ અર્થાત ક્ષત્રિય વર્ગ ,લુચ્ચાઇ અને છેતરપીંડી કરતો વ્યાપારી અર્થાત વૈશ્ય વર્ગ, અને પોતાનો સ્વાર્થ સાધવા લાંચ રુશ્વતથી કામ ચલાવતો આમ વર્ગ અર્થાત ક્ષુદ્ર વર્ગ આ બધા જ વર્ગો “ધર્મ ક્ષેેેત્રેેે કુરુ ક્ષેેેત્રેેે” એટલેકે ફરજની અને કર્તવ્યની અગત્યને ગૌણ ગણી “યથા ઇચ્છસિ તથા કુરુ” એટલે જેને જેમ ફાવે તેમ કરે છે.

ઇતિ.

Entry filed under: ચિંતન લેખ.

“ત્રણ હાયકુ” e-mail from a friend

1 ટીકા Add your own

 • 1. arvindadalja  |  જાન્યુઆરી 22, 2010 પર 6:08 પી એમ(pm)

  આપની વાત સાથે સહમત છું. આપની વ્યથા સમજી શકાય તેમ છે. પરંતુ આ દેશના લોકો એટલી હદે અભણ્-અબુધ અને અજ્ઞાન છે કે તેમને પોતાનું હિત આ બાવા-સાધુ-ગૂરુ કે કથાકારોમાં જ દેખાય છે અને પાગલની જેમ તેમની પાછળ ભમતા રહે છે જેનો લાભ રાજકારણીઓ-સત્તાધીશો પોતાના સ્વાર્થ સાધવા કરી રહ્યા છે. રાજકારણીઓ-સત્તાધીશોની આ સાધુઓ-બાવાઓ અને ગુરૂઓ અને કથાકારો સાથેની મીલી ભગત છે. જ્યાં સુધી લોકો સભાન અને સતર્ક અને સમજ્ નહિ કેળવે ત્યાં સુધી આમ જ ચાલ્યા કરવાનું છેં ખેર ! આપણે આપણાં વિચારો રજૂ કરતા રહીએ અને ક્યારે ક તો જાગૃતિ આવશે તેવી અપેક્ષા રાખીએ.અસ્તુ !

  સ્-સ્નેહ

  અરવિંદ
  આપને મારાં બ્લોગની મુલાકત લેવા નિમંત્રણ છે. બ્લોગની લીંક
  http.www.arvindadalja.wordpress.com

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Blog Stats

 • 35,293 hits

%d bloggers like this: