“સાક્ષર અને નિરક્ષર”
ઓક્ટોબર 16, 2008 at 1:17 પી એમ(pm) gdesai Leave a comment
સાક્ષર અને નિરક્ષર
સાધારણ રીતેજ આ બે શબ્દો વાંચતા એક તરફ કોઇ ભણેલી ગણેલી વિદ્વાન વ્યકિતનું તો બીજી તરફ કોઇ અભણ કે અબુધ વ્યકિતનું ચિત્ર આંખ સમક્ષ ખડું થઇ જાય છે.પરંતુ આ બે શબ્દો ઉપર બીજી દ્રષ્ટિથી વિચાર કરતાં મને બીલકુલ વિરૂદ્ધ ચિત્ર દેખાયું. સાક્ષર એટલે તો સ+અક્ષર અર્થાત અક્ષરની સાથે અને નિરક્ષર એટલે નિર્+અક્ષર કે અક્ષર વગરનો.પરંતુ અક્ષર એટલે તો અવિનાશી શાશ્વત તત્ત્વ- જે સર્વવ્યાપી છે તે- અર્થાત ઇશ્વર. તો શું આ સૃષ્ટિમાં કોઇ કે કશું એવું હશે કે જેની સાથે ઇશ્વર ન હોય ? આનો અર્થતો એ થયો કે આ દ્રષ્ટિ એ જોતાં બધા જ સાક્ષર કહેવાય. છતાં એક વાત યાદ રાખવા જેવી તો છે જ અને તે એ કે ઇશ્વરતો બધાની સાથે છે જ પણ બધાં ઇશ્વર સાથે નથી હોતા.મારા કહેવાની મતલબ એ છે કે ભણી ગણીને જ્ઞાનના ઘમંડમાં ઘૂમતા પંડિતોને જયારે અભણ વ્યકિત સાથે તુચ્છ દ્રષ્ટિ ભર્યો વર્તાવ કરતા જોઇએ ત્યારે શું એમ નથી લાગતું કે આ પંડિતના હૃદયમાં ઇશ્વર વસ્યો છે કે નહીં? મારી દ્રષ્ટિએ તો આવો ઘમંડી પંડિત જ નિરક્ષર કહેવાય.ઇશાવાસ્ય ઉપનિષદના નવમાં શ્લોકમાં અને ગીતાના અધ્યાય સોળના શ્લોક અઢારમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. તો શું આવા પંડિતને સાક્ષર કહેવાય ? અને બીજી તરફ કોઇ અભણ,ગમાર અને ગરીબ ગણાતી વ્યકિતને પોતાના સુકા રોટલામાંથી પણ બીજાનો ભાગ પાડતા જોઇએ -પછી ભલે ને તે કૂતરું જ કેમ ન હોય- તો એના હૃદયમાં ઇશ્વર વસ્યો છે એમ કહેવાયને ! તો તેને નિરક્ષર કેમ કહેવાય ? મારી દ્રષ્ટિએ તો આ જ સાચો સાક્ષર કહેવાય.
અહંકારં બલં દર્પં કામં કોધં ચ સંશ્રિતા
મામ્ આત્મ પરદેહેષુ પદ્વિષન્તો અભ્યસૂયકા ગીતા -16 , 18
Entry filed under: વિચાર.
Trackback this post | Subscribe to the comments via RSS Feed