ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.
સપ્ટેમ્બર 4, 2008 at 10:00 પી એમ(pm) gdesai 1 comment
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. આને આપણા શાસ્ત્રોમાં માનવ જીવની સફળતા માટે કરવા પડતા ચાર પુરુષાર્થ કહયાં છે. પરંતુ એનો અર્થ શું ?
મારી દ્રષ્ટિએ ધર્મ એટલે હિન્દુ, મુસ્લીમ કે ખ્રીસ્તિ નહીં પણ માનવતા,માણસાઇ
અર્થ એટલે કોઇ પ્રકારની સંપત્તિ નહીં પરંતુ જીવનનું ધ્યેય, જીવનનો હેતુ.
કામ એટલે આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કરવી પડતી મહેનત
અને મોક્ષ એટલે સિદ્ધિ કે સફળતા.
આ પ્રમાણે અર્થ ઘટન કરીએ તો એમ કહી શકાય કે જો આપણે આપણી માણસાઇ ભૂલ્યાં વગર આપણું ધ્યેય હાંસલ કરવા પાકી જહેમત ઉઠાવીએ તો જરુર જીવન સફળ થાય. ખરી વાત કે નહીં ?
Entry filed under: ચિંતન લેખ.
1.
pragnaju | સપ્ટેમ્બર 5, 2008 પર 6:47 પી એમ(pm)
આ ચાર પુરુષાર્થ અંગે ઘણા અર્થ કહેવાયા છે
તમારી વાત સુંદર છે