“મારૂં દારિદ્ર “
જૂન 1, 2008 at 9:01 પી એમ(pm) gdesai Leave a comment
મારૂં દારિદ્ર હું માનું છું કે ભાષા એ તો વ્યકિતના વિચારોનો દેહ છે. અને તેની લિપિમાં, તેના અક્ષરોમાં એના દેહનું લાવણ્ય છૂપાયેલું હોય છે. અને આ લિપિમાંથી બનતા શબ્દો જ છે એના વસ્ત્રો. અને આ શબદોની જોડણી એટલે તેણે પહેરેલા આભૂષણો. જો આપણે માતૃભાષાને સુંદર અક્ષરોમાં લખીએ અને શબ્દોના સુંદર વસ્ત્ર પહેરાવી સાચી જોડણીના આભૂષણોથી શણગારીએ તો તેનું લાવણ્ય કેવું દીપી ઉઠે ! મારા મનમાં આવી ઉત્કંઠા તો છે જ પણ બાળપણમાં શિક્ષણની સાચી સંપત્તિ એકઠી ન કરી તેથી મારી મતાને ઘણીવાર ખોટાં આભૂષણો જ પહેરાવતો રહયો છું.આ મારૂં દારિદ્ર જ કહેવાયને ?
Entry filed under: વિચાર.
Trackback this post | Subscribe to the comments via RSS Feed