Archive for સપ્ટેમ્બર, 2007

” સત્યં શિવં સુંદરમ્ “

” સત્યં શિવં સુંદરમ્ ”

આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.

સપ્ટેમ્બર 7, 2007 at 9:23 પી એમ(pm) 1 comment

” યજ્ઞ યાગ “

ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.

સપ્ટેમ્બર 5, 2007 at 3:44 પી એમ(pm) Leave a comment

” ઇચ્છા “

“ઇચ્છા”
જો રાખીયે ઇચ્છા મન મહીં
તો તે ફળે કે નિષ્ફળ જાય,
તે ફળતાં તો સુખ માંણીએ
‘ને નિષ્ફળ જાતાં દુઃખ થાય.
પરંતુ
જો ઇચ્છા ન હોયે એક પણ
તો જીવન કહો કેમ જીવાય !
તો ઇચ્છા એક જ રાખવી કે
હરિ ઇચ્છાથી બધું થાય.

સપ્ટેમ્બર 3, 2007 at 5:04 પી એમ(pm) Leave a comment

” સમાચાર “

” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?

સપ્ટેમ્બર 1, 2007 at 12:52 પી એમ(pm) 1 comment

Newer Posts


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

સપ્ટેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Blog Stats

  • 34,218 hits