Archive for સપ્ટેમ્બર 19, 2007
” ઉતર્યું કોણ આડે ? “
ઉતર્યું કોણ આડે ?
જતી હતી માર્ગે એક કન્યા રૂપાળી
હતી તેના તન ‘પર વિવિધ રંગી સાડી
જતાં માર્ગે દીઠી એક કાળી બિલાડી ‘ને
થયું મન માંહે,ઉતરશે હવે તે જરૂર આડી
જો ચાલું હું ત્વરાથી તો જશે બિલ્લી ભાગી
વિચારી એમ મનમા તેણે ગતી વધારી
પણ તેથી તો બિલ્લીને ભીતિ ખૂબ લાગી
મૂકી દોટ તેણે, ન જોઇ આવતી એક ગાડી
‘ને ગાડીએ તેને દીધી ભુમિ ઉપર પછાડી
‘ને ક્ષણ મહીં જ પ્રભુએ લીધી તેને ઉપાડી
હવે કહો ભાઇ કોણ ઉતર્યું કોની આડે ?
ઉતરી આડી કન્યા કે આડી ઉતરી બિલાડી ?
તાજેતરની ટિપ્પણીઓ