“હક અને ફરજ”
સપ્ટેમ્બર 12, 2007 at 1:34 પી એમ(pm) gdesai Leave a comment
હતું આ જગત અહિં, હું જન્મ્યો ‘તો જયારે
અને રહેશે અહિં તે, મારા મૃત્યુ પછી પણ.
આવ્યો હું આ જગતમાં બાંધીને બેઉ મુઠ્ઠી
ન હતું કાંઇ તેમાં, કરવા કોઇને કાંઈ અર્પણ.
જો આ જગતને અર્પવાને, હું ન લાવ્યો કાંઈ સાથે
તો સર્વ જગત થાય મારું, એમ ચહું છું હું શાને ?
જો હોય હક મુજને, આ જગત માણી લેવા
તો ફરજ નથી શું મારી, ભાગ સહુનો પાડી દેવા ?
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed