” કળીયુગનું તત્ત્વજ્ઞાન “
સપ્ટેમ્બર 12, 2007 at 9:17 પી એમ(pm) gdesai Leave a comment
” કળીયુગનું તત્ત્વજ્ઞાન ”
જે ગમ્યું જગતમાં તે જ તું કરતો રહે
‘ને હરખ તે તણો મનમાંહે ધરતો.
તારું ચિંતવ્યું જો ફળ તને નવ મળે
તો જરૂર ઉદાસ થઇ તું શોક કરતો.
સુ કરૂં,સુ કરૂં,રાખી એ જ ધ્યાનમાં
જઇ કચેરી માહીં તંુ દાવો માંડે.
દૃષ્ટિ મંડાણી છે તારી પર ધન પરે
ભોગી ભોગેશ્વર બની તું ભોગ માણે.
ઇચ્છીને મન મહીં સદા રહેવા સુખી
કરતો રહે ધન એકઠું ભંડાર માંહે.
ધનિક મોટો તુંજથી દેખે જો તું કદી
તો તેથી વધુ ધનિક થવા તું જરૂર ચાહે.
સત્તાધારી સંગ રહે તું હળી મળી
લાંચ રૂશ્વત દઇ તું કામ પાર પાડે.
જો પકડાય તું વળી એમ કરતાં કદી
તો નફફટ બની તું ખૂબ રોફ મારે.
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed