Archive for માર્ચ 22, 2007
” માવડી મારી “
” માવડી મારી ”
ઓ માવડી મારી તને કદી નહીં ભૂલું
ઓ માવડી તને કદી નહીં ભૂલું.
અંતરનાં એક ખૂણા માંહે,
તુજ વીણ લાગે સૂનું સૂનું.
પ્રાતઃકાળે તું ઉઠતી વહેલી,
‘ને કરી લેતી દૂધ થોડું ઊનું.
નિંદર મારી ઉડે ત્યારે તું પાતી,
સાથે કરતી હેત ધીમું ધીમું.
રમતા રમતા કાંઇ વાગે મુજને,
તો દ્રવતું હદય તારૂં કૂણંુ.
લઇ ઉછંગે પટવતી મુજને,
એ વાત હું કેમ કદી ભૂલું.
મને મુકીને તું ચાલી ગઇ તોયે,
નહીં આણંુહું મનમાં ઊણું.
જાણંુછું એ ખોળિયું તારૂં,
થયું હતું સાવ જૂનું.
વર્ષો વીત્યાં મા તારાં ગયાને ‘ને
હવે ખોળિયું મારૂં પણ થયું છે જૂનું.
એ ત્યજી હું આવું તારી પાસે,
તો કરજે હેત ધીમું ધીમું.
હોં,માવડી,
તને કદી નહીં ભૂલું.
૧૦-૧૫-૦૨
તાજેતરની ટિપ્પણીઓ