સખાવત
જાન્યુઆરી 31, 2007 at 4:55 પી એમ(pm) vijay shah 1 comment
સખાવતનો પચલિત અર્થ છે દાન પણ મારી દ્રષિ્ટએ એનો બીજો પણ એક અર્થ થઇ શકે એમ હું માનું છું. સખા એટલે મિત્ર અને તેને વત્ પ્રત્યય લગાડતાં બને ‘સખાવત’ આ વત્ પ્રત્યય માલિકી ભાવ અથવા કોઇ ગુણથી યુકત હોવાનો ભાવ દર્શાવે છે. જેમ કે ગુણવત એટલે ગુણથી યુકત જેના ઉપરથી ગુણવાન અને ગુણવત્તા એ બે શબ્દો પચલીત થયાં છે. આ રીતે જોતાં સખાવત એટલે મિત્ર ભાવથી યુકત એવો અર્થ થાય.
સખાવતનો આવો અર્થ બતાવતું ઉદાહરણ આપણને શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતામાંથી તરી આવતો દેખાય છે. ગરીબ એવા સુદામાને અતિ પેમથી ભેટી શ્રી કૃષ્ણએ એના ચરણ ધોયાં અને એણે સંતાડેલા એના તાંદુલ એના હાથમાંથી ખેંચી લઇને ખાધા અને છતાં એના બદલામાં સહુની હાજરીમાં એને કશું પણ ન આપ્યું એનું કારણ એ કે સાચો મિત્ર બધાની હાજરીમાં પોતાના મિત્રને અહેસાનીમાં કદી ન મુકે. એ તો છાનો છૂપો જ મદદ કરે. વળી સુદામા પણ તાંદુલ છૂપાવતા હતા તેનું કારણ પોતાની ગરીબાઇની શરમ નહીં પણ કૃષ્ણ પત્યેનો સાચો મિત્રભાવ છે. એ જાણતા હતા કે મિત્રતાનો દાવો ચીજ વસ્તુની આપ-લેથી પૂરવાર નથી થતો. આપ-લે તો નવા મૈત્રી સંબંધો કરવા માટે છે. સાચા મિત્રો જાહેરમાં એક બીજા સાથે ઠઠ્ઠા મશ્કરી કરી લે અને સહી પણ લે પણ બીજાને માથે અહેસાન તો કદી પણ ન ચઢાવે.
ગીતાના ૧૧માં અધ્યાયના શ્લોક ૪૧ અને ૪૨મા અર્જુને પોતાને શ્રી કૃષ્ણનો સખા માનવની ભૂલ સમજાતા શ્રી કૃષ્ણ પાસે એ ભૂલની માફી માગી છે. અર્જુન અને સુદામા બેઉ કૃષ્ણભકત તો હતાં જ પરંતુ અર્જુનનો ભકિતભાવ એ દાસ્યભાવ હતો અને સુદામાનો ભકિતભાવ સખ્યભાવ હતો.
કેવળ તખ્તી ઉપર નામ છપાવવાની ઇચ્છાથી દાન કરવું તે સખાવત નથી. સખાવત માટે તો સાચો મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે. સખાવત કરવા માટે જોઇએ મોટું ધન પરંતુ સખા વત રહેવા માટે જોઇએ મોટું મન.
અસ્તુ.
૧૭-૧૧-૦૫
Entry filed under: ચિંતન લેખ.
1.
wafa | જુલાઇ 14, 2007 પર 1:36 એ એમ (am)
ભૂલ સુધાર:
ઉપરની કોમેંટસ માં ગુજરતી લખ્યું છે ત્યાં ગુજરાતી વાંચવા વિનંતી છે.