જોડણી વિશે

જોડણી વિશે
તંત્રીશ્રી,
જાન્યુઆરી ૨૮ના અંકમાં શ્રી હસમુખભાઇ બરોટનો – શાણી ગુજરાતી વાણી – વાળો લેખ વાંચ્યો. એમાં એમણે વ્યકત કરેલા બધા વિચારો સાથે હું સહમત થાઉ છું. એટલું જ નહીં બલકે એમના આ વિચારોને અનુમોદન આપવા થોડુંક લખવા માટે પ્રેરાયો છું.
તૈત્તિરીય ઉપનિષદની શીક્ષાવલ્લિના બીજા અનુવાકમાં શિક્ષા કેવી રીતે મેળવવી તેનું વર્ણન કરતાં આ પ્રમાણે કહયું છે.
શીક્ષાં વ્યાખ્યાસ્યામઃ વર્ણઃ સ્વરઃ,માત્રા બલમ્
સામ સંતાનઃ, ઇત્યુકતઃ શીક્ષાધ્યાયઃ
ભાવાર્થ છે કે શિક્ષા મેળવવા માટે વિધાથીર્થીને શબ્દના વર્ણનું ,સ્વર કે વ્યંજનું, ઉદ્દાત્તાદિ માત્રાનું, ર્હસ્વ કે દીઘ્રનું,બળનું એટલે કે ઉચ્ચારણ વખતે મુકાતા ભારનું,સામનું એટલે નિયમબધ્ધ ઉચ્ચારણ કરવાની રીતનું તથા
સંધાનનું એટલે સંધીનું,પૂરતું જ્ઞાન હોવું જોઇએ.એનું કારણ એ કે તે જમાનામાં શિક્ષણ કેવળ મૌખિક રીતે જ અપાતું હતું. અને તેથી જ શિષ્યોને ગુરૂના સાનિધ્યમાં ગુરૂકુળમાં રહેવું પડતું.પરંતુ જયારે શિક્ષણ લેખિત માધ્યમથી અપાવા માંડયું ત્યારે શબ્દ ઉચ્ચારણની સ્પષ્ટતા કેમ કરવી એ પશ્ન જરૂર ઉભો થયો હશે.અને તેના ઉકેલ માટે તે સમયના વિદ્વાનોએ જે નિર્ણય લીધો તેનું પરિણામ તે છે આજની બારસ્વરી કે બારાક્ષરી કે બારાખડી. ગુજરાતી ભાષા કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે તેમાં આ બારાખડીના બાર સ્વરો અને તેમની સંજ્ઞાઓ ( ા િ ી ુ ૂ ે ૈ ો ૌ ં) ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જયારે શબ્દમાં સ્વર આવતો હોય ત્યારે તે સ્થાને યોગ્ય સ્વર વાપરવો પરંતુ જો કોઇ વ્યંજનને ઇકાર કે ઉકાર વગેરે આપવાં હોય તો તે વ્યંજનને ઇકાર કે ઉકાર આપતા યોગ્ય સ્વરની સંજ્ઞા લગાડવી.
અંગ્રેજીમાં કેવળ પાંચ જ સ્વરો હોવાથી કેટલા ગૂંચવાડા ઉભા થાય છે તે જાણીતું છે. “ડીઓ”એટલે ‘ડુ’ અને “જીઓ” એટલે ‘ગો’ એક જ સ્વરના બે ઉચ્ચાર.અંગ્રેજીમાં નિયમો કરતાં અપવાદ વધારે છે, જયારે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષાઓ વધુ નિયમબદ્ધ છે. એક રમુજી દાખલો આપું. મેં જયારે નાનપણમાં પહેલી વાર ‘ફટીગ’ શબ્દ્દ વાંચ્યો ત્યારે તેનો ઉચ્ચાર કર્યો -ફાટીગ્યુ. જો કોઇ જાણકારે તેનો સાચો ઉચ્ચાર -ફટીગ- ન કરી બતાવ્યો હોત તો મારે માટે તો તે ફાટીગ્યુ જ રહેત. અંગેજી શબ્દકોશમાં પણ દરેક શબ્દનો ઉચ્ચાર કેમ કરવો તે બતાવવા કાંઉસમાં જાતજાતની સંજ્ઞાઓનો ઉપયોગ કરી બતાવેલો હોય છે.
શબ્દોનું ઉચ્ચારણ કરવામાં બધા એક સરખા ન જ હોય. એટલે જ કહેવાયું છે કે “બાર ગાઉએ બોલી બદલાય” પરંતુ લખાણમાંતો સામ્યતા હોવી જ જોઇએ. વૈદિક કાળમાં ઉચ્ચારણ માટેની જે સંજ્ઞાઓ હતી તે બધી આજે મોટા ભાગે વિસરાઇ ગઇ છે અને તેની સાથે સાથે વેદો પણ વિસરાયાં છે.આવા જ હાલ ગુજરાતીના ન થાય તે અંગે વિચારવું જોઇએ. નહીં તો આપણી ભાષા ગુજરાતી ને બદલે ગુજરતી ભાષા થઇ જશે. બીજું એકે હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરેમાં પણ આ જ સંજ્ઞાઓ વપરાય છે.તો આ સંજ્ઞાઓ વિના તે ભાષાઓ કેવી રીતે સમજાશે ? ગીતા અને ઉપનિષદો શું નવેસરથી
લખશો ? પાણિનિ ની મહેનત ઉપર પાણી ફેરવવાની કાંઇ જરૂર ખરી ? અરે ગીતા ઉપનિષદની વાત છોડો આપણા આ જમાનાના સાક્ષરોનું લખાણ કેવી રીતે સમજશે ? ઉંઝાની પદ્ધતી પ્રમાણે ‘સ અને ષ’ નો બહિષ્કાર કરીશું તો બીજી એક બે
પેઢી પછીના લોકો ‘સ અને ષ’ જોઇને આપણા સાક્ષરોની મશ્કરી ઉડાવશે કે મુઝવણ અનુભવશે ? આજે આપણે આપણી સાચી જોડણી કરવાની બીન આવડતને છુપાવવા સરળતાને બહાને જે પગલાં ભરીશું તેનું પરીણામ શું આવશે તે અંગે
ખૂબ ઉડો વિચાર કરવો જોઇએ.
ઉપાય?
શ્રી હસમુખભાઇએ દર્શાવેલ,એક સરખા લાગતા ઉચ્ચાર વાળા પણ અર્થમાં અસામ્ય એવા (પૂર-પુર, કે દિન-દીન)વગેરે શબ્દોના જોડકાંઓના કકકાવારી કોઠા બનાવી, આંકના કોઠાની જેમ, પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થિઓને કંઠસ્થ કરાવવા કે જેથી બારમા ધોરણ સુધી પહોંચતા તેમનો શબ્દ ભંડોળ સારો એવો મોટો થઇ જાય.વળી કીરીટભાઇ શાહે બતાવેલા જોડાક્ષરોના પણ કકકાવારી કોઠા બનાવી આ બન્ને પકારના કોઠાઓના અલગ વિભાગ પાડી શબ્દકોશમાં છાપવા.
હવે એક મુદ્દાની વાત કરૂં.ગુજરાતી શબ્દોની જોડણીનું મારૂં જ્ઞાન ઘણું જ સીમિત છે, તેથી જ લખતી વખતે હું શબ્દકોશ લઇને જ બેસું છું. એટલે જો ર્હ્સ્વ ‘ ઇ’ અને દીર્ઘ ‘ઉ’ કાઢી નાખવામાં આવે તો મને તો ફાયદ્દો જ ફાયદ્દો છે. પરંતુ હું ભાષાદ્રોહી થવા નથી માંગતો એટલે આ પસ્તાવની વિરૂદ્ધમાં મારો મત આપું છું. આપણી બીનઆવડ અને આળ ને કારણે ગુજરાતી ભાષાને “ગુ જ ર તી” કરવાની જરુર નથી. ઇતિ

10 ટિપ્પણીઓ Add your own

 • 1. vijayshah  |  જુલાઇ 1, 2007 પર 2:29 એ એમ (am)

  બહુ સરસ વાત કરી તમે દેસાઇ સાહેબ.

  પગમાં ડંખે તો જોડો બદલવાનો હોય આંગળી ના કપાય…

  ગુજરાતીમાં 12 વ્યંજનો હોય ત્યારે ઉચ્ચારનું વજન કે મહત્વ ન જાણતા માણસ ને તે શીખવવુ જોઇએ નહીંકે તેને દુર કરવુ જોઇએ.

  કાળાંતરે જો સારી વસ્તુ લુપ્ત થઇ હોય તો પાછી લાવવી જોઇએ.
  શિક્ષણમાં અઘરુ પડે તેથી કાઢી નાખવાની વાત સમગ્ર જન ગણને ગેર્માર્ગે દોરવાની વાત થઇ રહી છે જેનો તમે સરસ શબ્દ “ભાષા દ્રોહી” વાપર્યો છે

  અભિનંદન.

  જવાબ આપો
 • 2. બિજલ પટેલ  |  જુલાઇ 2, 2007 પર 5:08 પી એમ(pm)

  જાની સાહેબના કવિલોક પર તો જોડણીની મોટી રામાયણ થઈ છે એ જોયું.

  http://pateldr.wordpress.com/2007/06/28/aavya_kane_chandrakant_sheth/#comment-1490

  જવાબ આપો
 • 3. Shiv@nsh  |  જુલાઇ 5, 2007 પર 12:46 પી એમ(pm)

  દુનિયામાં આવ્યો ત્યારે બેસવાની કે ચાલવાની વાત તો ક્યાંય દૂર રહીં,
  સરખું રડતા પણ ક્યાં આવડતું હતું ?
  માં ની મમતાના સહારે બધુ આવડ્યું,
  ગુજરાતી પણ પહેલા તો માં એ જ શિખવી,
  સાચો માર્ગ તો માં એ દેખાડ્યો પણ ચાલવું તો મારે જ પડશે ને ?
  માતાએ શિખવેલી ભાષા સાથે ચેડા એટલે માતૃદ્રોહ જ કહેવાય ને ?

  જવાબ આપો
 • 4. વિષ્ણુપ્રસાદ  |  જુલાઇ 6, 2007 પર 2:13 પી એમ(pm)

  જોડણી વિષે આપના વિચારો જાણી આનંદ થયો. બાકી આજકાલ ઉંઝા જોડણીના બે-ચાર તરફદારોએ ગુજરાતી બ્લોગ-જગતનો તખ્તો એવો ગજાવ્યો છે કે બીજા કોઇના અવાજ સંભળાય જ નહી. આપણે સાચી જોડણી સાવ ભૂલી ના જઇએ એ માટે ઉંઝા જોડણીવાળા બ્લોગ જોવાનું બંધ કરીએ અને એમને ખોટું પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ.

  જવાબ આપો
 • 5. જશવંત  |  ઓગસ્ટ 17, 2007 પર 2:10 પી એમ(pm)

  ગુજરાતમાં બાળકોને સાચી જોડણીમાં રસ જાગ્યો છે અને કેટલાક લોકો આ માટે બહુ સુંદર કામ કરી રહ્યાં છે. આજે ગુજરાત સમાચારમાં આના પર મજાની એક બે વાત મુકાઇ છે.
  જુઓઃ http://www.gujaratsamachar.com/gsa/20070817/guj/supplement/plus1.html

  ઊંઝા જોડણીના રવાડે ચડેલા સમર્થ ભાષા શિક્ષકો આ રીતે એમના જ્ઞાનનો સદઉપયોગ કરે તો કેવા સુંદર પરિણામો મળી શકે.

  જવાબ આપો
 • 6. “મરણ અને વિસ્મરણ” « Girishdesaigujaratisahityasarita’s Weblog  |  ફેબ્રુવારી 14, 2008 પર 10:21 પી એમ(pm)

  […] જોડણી વિશે […]

  જવાબ આપો
 • 7. “પાતંજલ યોગસૂત્ર” « Girishdesaigujaratisahityasarita’s Weblog  |  જાન્યુઆરી 27, 2009 પર 12:00 એ એમ (am)

  […] જોડણી વિશે […]

  જવાબ આપો
 • 8. KISHOR D ADHIA  |  ડિસેમ્બર 11, 2010 પર 8:18 એ એમ (am)

  BAHU J SARAS
  GUJARATI MAN AAVO BLOG CHHE EVU AAJE KHABAR PADI
  MANE GARVA CHHE
  PAN GUJARATI BACHAVAVA MATE SHIKSHAN GUJARATI MAN APAY TO J KAAM BANE
  ATHVA JEM GUJARATI MEDIUM MAN ENGLISH BHANAVAY CHHE TEM ENGLISH MEDIUM MAN GHJARATI HIGHER LEVEL MAN FARAJIYAT BHANAVAY TO J AA VAAT BANI SHAKE
  KISHOR D ADHIA

  જવાબ આપો
 • 9. vkvora2001  |  ઓક્ટોબર 28, 2011 પર 4:11 પી એમ(pm)

  મીત્રો, માનો યા ન માનો સંસ્કૃતના આપણે ગમે એટલા વખાણ કરીએ તોય એ ચોક્કસ છે કે સંસ્કૃત મરી ગયેલી ભાષા છે.

  પંડીતોએ જોડણી, વ્યાકરણ અને વાકયરચનમાં એટલો બધો ભાર મુકયો કે છેવટે એને મરવું પડયું.

  બુદ્ધ અને મહાવીરે પણ લોકોની ભાષામાં પાલી કે અર્ધમાગધીમાં પ્રચાર પ્રસાર કર્યો. એ હીસાબે હીન્દી ગુજરાતી લખાંણને ૧૦૦૦ વર્ષ પણ નથી થયા.

  ગુજરાતીઓનું જુનુ છાપું એટલે મુંબઈ સમાચાર. ગાંધીજીના જમાનાના જુના છાપાઓ વાંચીએ તો સમજણ પણ ન પડે.

  ગુજરાતીમાં જોડણી કે વ્યાકરણને મહત્વ આપી આપણે પોતે એ ભાષાને ગુ-જરતી કરીએ છીએ. આમેય ગુજરાતી કે ગૂજરાતીમાં શો ફરક છે?

  જવાબ આપો
 • 10. Girish Desai  |  ઓક્ટોબર 28, 2011 પર 9:54 પી એમ(pm)

  શ્રી વોહ્રા સાહેબ,

  આપણી માતા, બહેન,પુત્રી,કે પત્ની ઘરડી હોય કે જવાન જો એ ચીથરેહાલ વસ્ત્રો કરતા સુઘડ વસ્ત્રોમાં હોય તો જ એ વધુ શોભે અને એનો પ્રભાવ પણ પડે. ઘરમાં ભલે તે ચીથરેહાલ વસ્ત્રોમાં ફરે પણ જાહેરમાં તો સુઘડતા જ શોભે ને?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: