“કાંટાળા દંડા”
July 28, 2011 at 10:04 pm gdesai 1 comment
આ નેતાઓ,આ ગુરુઓ, ભરમાવે
લોકોને કહી સાચી જુઠી કથા
‘ને ગાદી ઉપર આસન જમાવી
વધારતા રહે દેશભરમાં વ્યથા
આ ગુરુઓ, આ નેતાઓના જુઓ
કરતૂકો ‘ને તેમના ગોરખ ધંધા
સમય પાકી ગયો છે, હવેતો જાગો
ભગાડો એમને મારી કાંટાળા દંડા
Entry filed under: Uncategorized. Tags: .
1.
rajeshpadaya | August 15, 2011 at 4:56 am
“સમય પાકી ગયો છે, હવેતો જાગો
ભગાડો એમને મારી કાંટાળા દંડા”
ના, સાહેબ ના, જો લેષો કાંટાળા દંડા
તો તમને પણ પડશે ઉઝરડા,
ધુતારાઓને, ના મરાય દંડા,
ધુતારાઓ તો જ ભાગે,
જો અંતરમાં હોય સતના ઝંડા,
એક ના હ્રદયમાં જો ઠોકો
સતના ઝંડા,
તો લેવા નહિ પડે,
કાંટાળા દંડા,
જે ખુદને પણ કરી દે છે ઉઝરડા
એટલે મને મારા પિતાએ કહ્યુ
એ આપના થકી જગને કહુ છુ
જો થાપશો રુદિયામાં સતના ઝંડા
તો લેવા નહિ પડે કાંટાળા ઝંડા
સતના તો જ ઉગે ઝંડા
જો મન ના હોય ગંદા
એટલે જ કહ્યુ છે કે
‘મન હો ચંગા તો કથરોટમે ગંગા”