Archive for June, 2009
“અચળ આધાર”
અચળ આધાર
જુઓ સાગર કે જુઓ કોઇ વહેળો,
જુઓ પર્વત કે પથ્થર વાટે પડેલો,
જુઓ કોઈ દેહ, જીવતો કે મરેલો,
આ સર્વમાં છે સદા ઈશ્વર વસેલો.
જેમ સૂરજ સદા ઊગે ’ને આથમે છે
પણ આધાર નભનો અચળ રહે છે
તેમ જ જીવ તો સદા જન્મે ’ને મરે છે
પણ આધાર પ્રભુનો અચળ રહે છે.
Add comment June 20, 2009
“પરમદિવસ કે કરમદિવસ”
પરમદિવસ કે કરમદિવસ
પરમ એટલેતો શ્રેષ્ઠ કે ઉત્તમ.જો આમ જ હોય તો
આપણે આપણા બધા કામ પરમદિવસે જ કરવા
જોઇએ ને? શુભ મુહૂર્ત જોવાની તસ્દી લેવાની શી
જરુર? તો શા માટે ધારેલું કામ આજે જ આટોપી
લેવું ?
એનું કારણ એ છે કે આવતા પરમદિવસે આપણા
ધારેલા કામમાં શું વિઘ્ન આવશે તે આપણે જાણી
શકતા નથી. આવતા પરમદિવસે આપણા કરમમાં
શું લખ્યું હશે તેની કોને ખબર છે. અને ગત
પરમદિવસનું કરમતો ભોગવી જ લીધું.
હું તો માનુ છું કે આપણે પરમદિવસની ફરીથી
નામકરણ વિધિ કરી તેનું નામ કરમદિવસ રાખવું
એ જ યોગ્ય ગણાય.
ખરું કે નહી ?
Add comment June 18, 2009
“સત્ય અને અસત્ય”
“સત્ય અને અસત્ય”
પરણ્યું અસત્ય સ્વાર્થને
અને પ્રસવ્યાં ઘણા પુત્ર
રહ્યું સત્ય કુવારું સદા
નિત્ય એકલું ‘ને પવિત્ર
1 comment June 5, 2009
“E=mC2″
“E=mC2“
As compared to our universe
The Mind is like an atom,
Yet with energy hiding within it
Depths of the universe it can fathom.
The “E” stands for its energy
And the “m” stands for the Mind
The consciousness is the constant “C”
Which helps those two to bind.
With constant that we call a “C”
We can equate this pair.
So just like we have in the physical world
For the spiritual world this is E=mC2
1 comment June 2, 2009