Archive for October, 2008
“વાદળ અને વર્ષા”
વાદળ અને વર્ષા
નભમાં શાને થાય વાદળ કાળાં!
શાને વર્ષે છે પાણી !
સૂરજે ધોળે દિ ચોરી રે કીધી
આપે છે એની એંધાણી.
બાષ્પ કરી એણે પાણી ઉપાડયું
માન્યું ,નહીં જાય વાત કોઇ જાણી,
વળી છૂપવવા એ ચોરેલું પાણી,
એણે કાળી ચાદર, વાદળની તાણી.
પણ મેઘધનુષ તણાયું જયાં નભમાં
સાતે રંગમાં ચમકયું એ પાણી,
ફાળ પડી સૂરજને હૈયામાં કે
જશે વાત બધાં હવે જાણી.
જો હું નહીં આપું પાણી પાછું
તો થશે મારી બદનામી,
એમ વિચારી એણે નીચોવ્યાં એ વાદળ
‘ને વરસાવી દીધું બધું પાણી.
વર્ષી ગઇ વર્ષા ,‘ને વિખરાયાં વાદળ
ભરી કૂવા તળાવમાં પાણી
સૂરજની એ ચોરી ,ભૂતળને ભાવી,
રાજી રાજી થયાં સહુ પ્રાણી.
ભેગાં મળી સહુ વિનવે સૂરજને
સદા દેતાં રહેજો આમ પાણી.
તે દિથી નભમાં થાય વાદળ કાળાં
‘ને વર્ષે સદા તેમાંથી પાણી.
Add comment October 31, 2008
સાલમુબારક
સાલમુબારક
થાઓ સુખી સહુ આહીં
રહો નિરોગી સહુ સદા
થાઓ કલ્યાણ સહુ જીવનું
રહો મુકત ઉપાધિથી બધા
ગિરીશ દેસાઇ
1 comment October 27, 2008
“સાક્ષર અને નિરક્ષર”
સાક્ષર અને નિરક્ષર
સાધારણ રીતેજ આ બે શબ્દો વાંચતા એક તરફ કોઇ ભણેલી ગણેલી વિદ્વાન વ્યકિતનું તો બીજી તરફ કોઇ અભણ કે અબુધ વ્યકિતનું ચિત્ર આંખ સમક્ષ ખડું થઇ જાય છે.પરંતુ આ બે શબ્દો ઉપર બીજી દ્રષ્ટિથી વિચાર કરતાં મને બીલકુલ વિરૂદ્ધ ચિત્ર દેખાયું. સાક્ષર એટલે તો સ+અક્ષર અર્થાત અક્ષરની સાથે અને નિરક્ષર એટલે નિર્+અક્ષર કે અક્ષર વગરનો.પરંતુ અક્ષર એટલે તો અવિનાશી શાશ્વત તત્ત્વ- જે સર્વવ્યાપી છે તે- અર્થાત ઇશ્વર. તો શું આ સૃષ્ટિમાં કોઇ કે કશું એવું હશે કે જેની સાથે ઇશ્વર ન હોય ? આનો અર્થતો એ થયો કે આ દ્રષ્ટિ એ જોતાં બધા જ સાક્ષર કહેવાય. છતાં એક વાત યાદ રાખવા જેવી તો છે જ અને તે એ કે ઇશ્વરતો બધાની સાથે છે જ પણ બધાં ઇશ્વર સાથે નથી હોતા.મારા કહેવાની મતલબ એ છે કે ભણી ગણીને જ્ઞાનના ઘમંડમાં ઘૂમતા પંડિતોને જયારે અભણ વ્યકિત સાથે તુચ્છ દ્રષ્ટિ ભર્યો વર્તાવ કરતા જોઇએ ત્યારે શું એમ નથી લાગતું કે આ પંડિતના હૃદયમાં ઇશ્વર વસ્યો છે કે નહીં? મારી દ્રષ્ટિએ તો આવો ઘમંડી પંડિત જ નિરક્ષર કહેવાય.ઇશાવાસ્ય ઉપનિષદના નવમાં શ્લોકમાં અને ગીતાના અધ્યાય સોળના શ્લોક અઢારમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. તો શું આવા પંડિતને સાક્ષર કહેવાય ? અને બીજી તરફ કોઇ અભણ,ગમાર અને ગરીબ ગણાતી વ્યકિતને પોતાના સુકા રોટલામાંથી પણ બીજાનો ભાગ પાડતા જોઇએ -પછી ભલે ને તે કૂતરું જ કેમ ન હોય- તો એના હૃદયમાં ઇશ્વર વસ્યો છે એમ કહેવાયને ! તો તેને નિરક્ષર કેમ કહેવાય ? મારી દ્રષ્ટિએ તો આ જ સાચો સાક્ષર કહેવાય.
અહંકારં બલં દર્પં કામં કોધં ચ સંશ્રિતા
મામ્ આત્મ પરદેહેષુ પદ્વિષન્તો અભ્યસૂયકા ગીતા -16 , 18
Add comment October 16, 2008
“Belief & Faith”
All men with belief follow a religion
But
All religions follow a man with Faith.
Add comment October 6, 2008
A Gift from afriend.
| Which he found on teh web.
–
|
1 comment October 4, 2008