Archive for January 5th, 2008

“મન્માત્રા”

“મન્માત્રા” મન્માત્રા ? અજાણ્યો શબ્દ છે ને ? ખેર, તમે તેેના જેવો જ બીજો શબ્દ ‘તન્માત્રા’ તો સાંભળ્યો જ હશે.આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો”આંખ,કાન,નાક,જીભ અને ચામડી”ના પાંચ વિષયો “રુપ,શબ્દ, ગંધ,રસ અને સ્પર્શ” ને તન્માત્રાનું નામ અપાયું છે. કારણ આ વિષયોની મદદથી આપણા તનની કાર્યક્ષમતાની માત્રા “માપ કે પ્રમાણ”જાણી શકાય છે. દા.ત. આપણી આંખોની કે આપણા કાનની હાલત જાણવી હોય તો પ્રકાશ કે ધ્વનિની સહાય લેવી પડે છે ને ? તો પછી આ પાંચે ઇન્દ્રિયો ઉપર જેનું આધિપત્ય છે તે મનની હાલત માપવાનું સાધન કયું ? જેમ વિષયો જ્ઞાનેન્દ્રિયોનો ખોરાક છે તેમ વિચાર એ મનનો ખોરાક છે અર્થાત વિચાર એટલે જ મન્માત્રા. કોનું મન કેવા વિચારો કરે છે તે ઉપરથી તેના મનની સ્થિતિનું માપ કાઢી શકાય છે.પરંતુ આંખ અને કાનની તપાસ કરવા માટે પ્રકાશ કે ધ્વનિના વિવિધ તરંગો જેટલી સહેલાઇથી ઉત્પન્ન કરી શકાય છે તેટલી સહેલાઇથી મનની તપાસ કરવા માટે વિચારો ઉત્પન્ન નથી કરી શકાતાં. હું તો માનું છું કે આપણે સહુ વિચારોના મહાસાગરમાં સદા તરતાં રહીએ છીએ. અને તેમાં થતા મોજાંઓ સાથે તણાતા રહીએ છીએ અને આપણા જન્મજાત વ્યકિતગત સંસ્કાર અને વાસના પ્રમાણે તેમાંથી સુખ કે દુઈખનો અનુભવ કરતાં રહીએ છીએ.જો આમ જ હોય તો મનની સ્થિતિનું નિદાન કરવા કયું સાધન વાપરી શકાય. કોઇ પણ વ્યકિતના વિચારોનું નિદાન કરવા તેની વાણી કે વર્તનથી તપાસ કરવી જરૂરી છે. એટલા માટે તો આજ કાલના માનસ ચિકિત્સકો દર્દી સાથે વાતો કરી એના મનનું નિદાન કરવા મથે છે. પરંતુ સાચું નિદાન તો તેના અંગત જીવનના વર્તનથી જ થઇ શકે.આપણું વર્તન એટલે આપણા કર્મો. મનુષ્યની કર્મ યાત્રા જાણ્યા સીવાય એની મન્માત્રાનું મૂલ્ય આંકવું કેવળ મુશ્કેલ નહી પરંતુ અશકય છે. ઇતિ.


Add comment January 5, 2008


Recent Posts

Top Posts

Recent Comments

પ્રવિણ … on સ્વાગત અને …
પ્રવિણ … on “લખચોરાસ…
vijayshah on “To Love and To For…
pragnaju on “મુક્તકો…
Girishdesaigujaratis… on “મુક્તકો…

Archives

Calendar

January 2008
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Blog Stats

Spam Blocked

Meta