December 25, 2007
Posted by girishdesai in : કવિતા , add a comment , edit post
દિવાસ્વપ્ન નિરાંત વેળા આ મન મારૂં, ડૂબ્યું સ્મૃિત કેરા સાગરમાં. જોયા ત્યારે મેં જે દ્રષ્યો, કહું તે તમ સહુને આ પળમાં વિધ વિધ પ્રાણી ત્યાં તો મેં દીઠાં, બેઠા બેઠા પ્રાંગણમાં વૃક્ષ ’પર વાનર કૂદ્યો ’ને, ભસ્યો શ્વાન આવી આંગણમાં ત્યાં તો આવ્યો શાકભાજી વાળો, બૂમો પાડતો ઊંચા સૂરમાં જીવંત આવું દ્રષ્ય જોઇ, હરખાતો ’તો હું મુજ મનમાં થયો સભાન, મેં કીધો નિશ્ચય,જાવા ફરી એ આંગણમાં દ્રષ્ય એ જુનું ના દેખાયું, જે છુપાયું હતું મારા મનમાંં ગઈ આમલી ગયા લીમડાના , ત્યાં થયા રસ્તા ડામરના કરી નષ્ટ વન ઉપવનો, માનવી બાંધે માળા ઇંટોના“દિવાસ્વપ્ન” December 25, 2007
પહોંચી ગયો વતન માંહે, બેઠો હતો જુના પ્રાંગણમાં.
જે ડૂબવશે તમ સહુને પણ,સ્મૃિત કેરા સાગરમાં.
કદી દીઠી ગાવડી ફરતી,સૂણ્યો ગર્દભ ભૂકતો મસ્તિમાં.
કાગડો કા કા કરતો ઉડયો,બોલી કોયલ મીઠા સૂરમાં.
શાકભાજી હું લાવ્યો છું તાજી, લઇ લો બેઠા બેઠા ઘરમાં.
ત્યાં તો ફોનની ઘંટડી વાગી,તુટયું દિવાસ્વપ્ન તે ક્ષણમાં.
ત્યાં જઇને મેં જે જોયું તેથી થયું આશ્ચર્ય મુજ મનમાં.
ઇંટો કેરા માળા ત્યાં દીઢાં, જયાં હતા વૃક્ષો આમલડીના.
કૂદતાં વાનર ’ને ગાતા પંખી, કેમ ન આવે તે દ્રષ્ટિમાં.
તો કયાં વસશે પંખીને પ્રાણી,એ વિચારું હું મુજ મનમાં.
Entry Filed under: કવિતા. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed