Archive for December 13th, 2007

“મોટી બહેની”

પૂર્વ જન્મોના કઇ પૂણ્યોને કારણ
મને મળ્યો જે બહેનીનો સાથ,
તે દેતી રહી પ્રેમ સદાય મુજને
જાણે હતી એ મારી માત.

સાચે આ મારી મોટી બહેની
હતી હૃદયની સાવ નિષ્પાપ,
કટુ વાણી ન કદી કહેતી કોઇને
ન કદી બોલતી ઊંચે સાદ.

જે કાંઇ વીતી એને માથે
સહી લીધું બધું ચૂપચાપ,
એવી આ મારી મોટી બહેની
પ્રભુ,આવી છે તારી પાસ.

પ્રભુ,સુણજે આ આજીજી મારી
જે હું કરી રહયો છું આજ,
માત સમી આ મારી બહેનીને
સદા સંભાળી રાખજે તારી પાસ.

ગિરીશ

2 comments December 13, 2007


Recent Posts

Top Posts

Recent Comments

ડો. કિશોરભાઈ એમ. પટે… on સ્વાગત અને મારો પરિચય-
Rekha Sindhal on સ્વાગત અને મારો પરિચય-
Dhaval Trivedi on “અહં વિશે”
gdesai on “What is Happiness…
atuljaniagantuk on “What is Happiness…

Archives

 

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

Spam Blocked

Meta