Archive for September, 2007

” લીખું હાયકુ ? “

હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

બાળક હસે
રહે મન માતાનું
હર્ષ વિભોર

કલપ કેશે
કીધો છતંા મુખડું
લાગે ઘરડું

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું

પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ

લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?


Add comment September 28, 2007

” આરમાનો! “

સમય આવી રહયો છે દોડતો
અહીંથી પાછા ફરવાનો.
જોને ખોલી ઉભા છે દરવાજો
પેલા યમ તણા દરવાનો.
હવે ધાર્યું નથી કરવા દેતો
આ દેહ તને પરવાનો.
તોયે મનવા તું શાને કરતો રહે
નિત નવીન આરમાનો!


1 comment September 27, 2007

” બાળ મજૂરો “

ઉઠી વહેલા
ઉચકી જાય થેલા
બાળ મજૂરો

કરે મજૂરી
બાળકો બળદીયા
શાળાની ઘાંણી


Add comment September 26, 2007

” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ “

” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ “

વિવિધ દ્રષ્ટિ થકી વિવિધ સૃષ્ટિ બને
દ્રશ્ય ભલે એકનું એક હોયે.
જેમ દ્રશ્ય બદ્દલાય છે અદ્રશ્ય ફલક ‘પર
પણ ફલકતો એકનું એક હોયે


Add comment September 26, 2007

જો વિચારને વણો વાણીમાં, તો જન્મે છે ભાષા
જો વણો તેને વર્તન માંહે, તો ફળે મનની આશા.


Add comment September 23, 2007

પૃથ્વિ આધિન છે સૂર્યને,તેથી પ્રગટે દિન ને રાત
મન આધિન છે વૃત્તિને, તેથી પ્રગટે દ્વેષ ને રાગ

જેટલી ત્વરાથી થશો તમે કૃદ્ધ
તેટલી ત્વરાથી થાશો તમે વૃદ્ધ

અહં મરે તો મન મરે, ન રહે વાસના રહે ન મન
મન મારી નમતા શીખો,જો ચાહો કરવા સાચા નમન

પ્રભુ ને પામવા હોય તો દંડવત પ્રણામ કરી એની આગળ પડવા કરતા
મન મુકી ને એની પાછળ પડવું એ યોગ્ય ગણાય.


1 comment September 22, 2007

” ઉતર્યું કોણ આડે ? “

ઉતર્યું કોણ આડે ?

જતી હતી માર્ગે એક કન્યા રૂપાળી
હતી તેના તન ‘પર વિવિધ રંગી સાડી

જતાં માર્ગે દીઠી એક કાળી બિલાડી ‘ને
થયું મન માંહે,ઉતરશે હવે તે જરૂર આડી

જો ચાલું હું ત્વરાથી તો જશે બિલ્લી ભાગી
વિચારી એમ મનમા તેણે ગતી વધારી

પણ તેથી તો બિલ્લીને ભીતિ ખૂબ લાગી
મૂકી દોટ તેણે, ન જોઇ આવતી એક ગાડી

‘ને ગાડીએ તેને દીધી ભુમિ ઉપર પછાડી
‘ને ક્ષણ મહીં જ પ્રભુએ લીધી તેને ઉપાડી

હવે કહો ભાઇ કોણ ઉતર્યું કોની આડે ?
ઉતરી આડી કન્યા કે આડી ઉતરી બિલાડી ?


Add comment September 19, 2007

” Heaven or Hell”

” Heaven or Hell”

No one who is dead and gone
Came back here to tell,
That he enjoyed in that heaven
Or he suffered in that hell.

It is not after the death, that
We go to heaven or hell.
By doing what we do here and now,
We live in heaven or hell.

If we lock HIM up in our hearts
And then never let him go,
Then HE will have to come with us
In heaven or hell we go.

And if HE has to come with us
Would he send us to that hell?
The answer is pretty simple,
I know, you don’t want me to tell.

Girish Desai.


Add comment September 14, 2007

” કળીયુગનું તત્ત્વજ્ઞાન “

” કળીયુગનું તત્ત્વજ્ઞાન “

જે ગમ્યું જગતમાં તે જ તું કરતો રહે
‘ને હરખ તે તણો મનમાંહે ધરતો.
તારું ચિંતવ્યું જો ફળ તને નવ મળે
તો જરૂર ઉદાસ થઇ તું શોક કરતો.

સુ કરૂં,સુ કરૂં,રાખી એ જ ધ્યાનમાં
જઇ કચેરી માહીં તંુ દાવો માંડે.
દૃષ્ટિ મંડાણી છે તારી પર ધન પરે
ભોગી ભોગેશ્વર બની તું ભોગ માણે.

ઇચ્છીને મન મહીં સદા રહેવા સુખી
કરતો રહે ધન એકઠું ભંડાર માંહે.
ધનિક મોટો તુંજથી દેખે જો તું કદી
તો તેથી વધુ ધનિક થવા તું જરૂર ચાહે.

સત્તાધારી સંગ રહે તું હળી મળી
લાંચ રૂશ્વત દઇ તું કામ પાર પાડે.
જો પકડાય તું વળી એમ કરતાં કદી
તો નફફટ બની તું ખૂબ રોફ મારે.


Add comment September 12, 2007

“હક અને ફરજ”

હતું આ જગત અહિં, હું જન્મ્યો ‘તો જયારે
અને રહેશે અહિં તે, મારા મૃત્યુ પછી પણ.

આવ્યો હું આ જગતમાં બાંધીને બેઉ મુઠ્ઠી
ન હતું કાંઇ તેમાં, કરવા કોઇને કાંઈ અર્પણ.

જો આ જગતને અર્પવાને, હું ન લાવ્યો કાંઈ સાથે
તો સર્વ જગત થાય મારું, એમ ચહું છું હું શાને ?

જો હોય હક મુજને, આ જગત માણી લેવા
તો ફરજ નથી શું મારી, ભાગ સહુનો પાડી દેવા ?


Add comment September 12, 2007

Previous Posts



Recent Posts

Top Posts

Recent Comments

pragnaju on “shadow of light !…
neel on “The Truth”
yash on “The Truth”
DR. CHANDRAVADAN MIS… on સ્વાગત અને …
pragnaju on “The Truth”

Archives

Calendar

September 2007
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Blog Stats

Spam Blocked

Meta