“શ્રી રામનો વિસ્મય”
“શ્રી રામનો વિસ્મય”
કર મહીં કાંકરી એક નાની ઉપાડી
ફેકી શ્રી રામે નદી કેરા જળમાં
પડતાંની સાથે તે ડૂબી ગઇ ‘ને
તણાઇ ચાલી તે વહેતા વમળમાં
પથરા જો મારે નામે તરે તો
શાને ડૂબે આ કાંકરી નાની જળમાં !
આમ વિસ્મિત શ્રી રામજીને નિહાળી
બોલ્યાં શ્રી હનુમાન હતાં જે નિકટમાં.
પ્રભુ, તમારે નામે પથરા તરે છે
શંકા કરો કેમ તમે આમ મનમાં !
તમે જ જેને સ્વહસ્તે દો ફગાવી
તો કહો કોણ તારે તેને આ જગતમાં !
Add comment August 25, 2007