April 14, 2007
” બીજ “
વિચાર તો બીજ છે, જે શ્રી હરિએ વાવીયું
‘ને મન તણા ગર્ભમાં તે વિકાસ પામે
આ બીજના વૃક્ષને સહુએ જગત કહયું
વાસના ફળ તે ઉપર નીત નવિન લાગે.
સર્વ જન તે વૃક્ષ ઉપર ચઢવા મથે
ઇચ્છી એ ફળ તણો સ્વાદ કરવા.
ચાખી ફળ એક તે બીજું જરૂર ચહે
‘ને કરે યત્ન તે વધુ ઉપર ચઢવા.
ચાખે ફળ ફરી ફરી પણ ન ધરાય તે કદી
ન વળે જીવન ભર તેને કોઇ શાતા,
જન્મથી શરૂ કરી તે સદાય ચઢતો રહે
રોકાય તે કેવળ મૃત્યુ થાતા.
Entry Filed under: કવિતા. .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed