Archive for March 12th, 2007
” કર્મની પાંખો”
” કર્મની પાંખો”
મનમાં તમારા વહી રહયાં છે જે વિચારો,
કરવા સફળ તેને કર્મની પંાખો તો આપો.
નથી કોઇ તત્પર મદદ કરવા જરીએ
છતાં હારો ન હિમ્મત,નિસાસા ન નાખો.
જો કરશો કર્મ તમે જાતે તમારે જ હાથે,
તો થશો સફળ,બસ આશા એવી જ રાખો
જાગો ને જગાડો વળી ધૂણી ધખધખાવો
ન મળે મદદ છતાં કદમ આગે બઢાવો.
જો સફળ કરવા ચાહો એ બધાંયે વિચારો,
તો શ્રદ્ધાના પવનમાં કર્મની પંાખે ઉડાવો.
છતાં તમારી એ શ્રદ્ધા, અંધ તો નથીને ?
તે જાણવા અંાખો બુદ્ધિની સદા ખુલ્લી રાખો.
Add comment March 12, 2007
“સારથિ”
“સારથિ”
જો જોશો ભાઇ તમે મુખડું તમારૂં
લઇને હાથમાં આરસી,
તો નહી દેખાયે કદી તેમાં તમને
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તિ કે પારસી.
પણ તેમાં જે દેખાયે તમને
તે જોશો જો જરા ધ્યાનથી,
તો જરૂર દેખાશે તેમાં તમને
ઉભેલો કોઇ એક માનવી.
માટે ન દબાશો ભાઇ તમે કદી
કોઇ આવા ધર્મના ભારથી,
પણ વસ્યો છે જે અંતર માંહે
તેને બનાવજો જીવનનો સારથિ.
૪-૬-૦૫
3 comments March 12, 2007