Archive for February, 2007
ગણપતિ કોમ્પ્યુટર
આ લેખ કેવળ રમુજ માટે જ લખાયો છે કે પછી તેમાં કાંઇ ઉંડુ રહસ્ય છુપાયેલું છે તેનો નિર્ણય તો તમારે જ કરવાનો છે.લેખ વાંચતા કદાચ તમને મનમાં થાય કે આ ગિરીશભાઇ શેખચલ્લીને પણ ઝાંખો પાડે એવા લાગે છે. ખેર એમાં સત્ય હોવાનો સંશયતો છે જ. તમે તમારે વાંચ્યા કરો. ગણપતિનો ખરો અર્થ શું ? ગણ, એ મૂળ શબ્દનો અર્થ છે વર્ગ, સમુહ કે શિવજીનો સેવક.પરંતુ ખરૂં જોતા આ શબ્દ સંખ્યા વાચક છે.
દાખલા તરીકે
ગણતરી- સંખ્યા ગણવાની ક્રિયા
ગણિત – સંખ્યા શાસ્ત્ર કે આંકડા શાસ્ત્ર
4 comments February 28, 2007
મનની મુરાદો
જાણ્યું ઘણું મેં ‘ ને માણ્યું ઘણું મેં
અનુભવોથી મન પેટી ભરી ભરી છે
છતાં પૂર્ણ કરવા મનની મુરાદો
લાગે પેટી સાવ ખાલી પડી છે
વ્રુદ્ધત્વ આવ્યું અહીં લાબું રહીને
જે જ્વાની હતી તે જ્વાની ગઇ છે
આવ્યો છું હું વળતી ટીકીટ કઢાવી
પણ ખબર નથી તારીખ જવાની કઈ છે
થઈ છે પૂરી મુજ મનની ઘણી મુરાદો
પણ ન જાણું કેટલી અધુરી રહી છે
કદી ન થાય પૂરી મનની બધી મુરાદો
તેથી તો જીંદગીને ખટ મધુરી કહી છે
Add comment February 28, 2007
અસ્તિત્વં
અસ્તિત્વં અથવા “ત્વં અસ્તિ – તું છે” આ તું એટલે કોણ ? તું એટલે પેલી શકિત કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું.એને આપણે ઇશ્વર કહીએ કે ભગવાન, કૃષ્ણ કહીએ કે રામ કે પછી અલ્લાહ કહી કે ઇસુ એમાં કોઇ ફરક નથી પડતો. આ શક્તિનું જ બીજું નામ છે અસ્તિત્વ. ભગવાનનું કોઇ અલાયદું અસ્તિત્વ નથી પરંતુ અસ્તિત્વ એ જ ભગવાન છે. એ જ રામ છે એ જ રહીમ એ જ તમે છો એ જ હું છું. આ સારી સૃષ્ટિમાં જેનું પણ અસ્તિત્વ છે તે બધું જ ભગવાનનું રૂપ છે. છતાં એક વાત સમજવા જેવી છે.અને તે એ કે અસ્તિત્વ સદા વ્યકત નથી હોતું. પુરૂષ અને પકૃતિ સદાએ અવ્યકત હોય છે.અને પકૃતિ જયારે ત્રણ ગુણોની પકડમાં ફસાય છે ત્યારે તે સૃષ્ટિ રૂપે વ્યકત થાય છે.એનો અર્થ એ થયો કે જે અવ્યકત છે તેનું અસ્તિત્વતો છે જ પણ તે ઇન્દ્રિયાતીત હોવાથી આપણને દેખાતું નથી.હવા અને અવકાશ દેખાતા નથી તો શું એનું અસ્તિત્વ જ નથી એમ કહેવાય ? ભલે આપણને કોઇ ચીજ દેખાતી ન હોય પણ જો મનમાં એનો ભાવ થાય તો તેનું અસ્તિત્વ તો છે જ એમ માનવું રહયું. તેથી જ ગીતામાં કહયું છે ને કે (more…)
1 comment February 18, 2007
“જીવન”
“જીવન”
આ જીવન નથી કોઇ ફૂલોની કયારી,
કે નથી કેવળ તે કંટકોની પથારી.
તો શાને વીતાવે કોઇ સદા અશ્રુ સારી,
કે રાખે શાને કોઇ,મન મહીં ખોટી ખુમારી !
જીવન તો છે સુખ દુઃખ તણી એક ગાડી,
કરવી પડે ન છૂટકે,સહુને તેમાં સવારી.
જો ચૂંટી લેશો પુષ્પો,દેશો કંટકો હટાવી
તો રહેશે મહેકતી, જીવનની ફૂલકયારી
Add comment February 16, 2007
Empty handed
I know the world was here
The day I was born,
And I know it will remain
Even after I am gone.
When I came, I did not bring
Even a single speck of stone.
Then what right do I have, to say,
That this world is all my own.
I know, whoever made this world
Will always take its care,
If my right it is to use it
My duty it is to share.
A simple thing in this life is that
Which everyone does know
Empty handed we all come here
And empty handed we all must go.
Girish Desai
2 comments February 5, 2007
દેહનો ખેલ
સૃષ્ટિ છે હરિ તણી એમ મનમાં ગહી
ભાગ્યમાં જે મળે તે વહેંચીને ભોગવે
સુખ દુઃખ વિશે મનમાં સમતા ધરી
જે જીવે જગતમાં તે શાંતિ ભોગવે.
જન્મ અને મૃત્યુ તો ખેલ છે દેહના
આત્મા ન કદી જન્મ કે મૃત્યુ પામે
શિવ અને જીવ જયારે ભેગા મળે
દેહનો એ ખેલ વિરામ પામે
Add comment February 2, 2007
