ભગવાન
January 31, 2007
સંસ્કૃત ભાષામાઁ એક ઘણુઁ સુંદર અને જાણીતું વાકય છે, ” ચરાતિ ચરતો ભગઈ ” જેનો શબ્દર્થ છે,” ચાલતાનું નસીબ ચાલતું ” અને ભાવાર્થ છે “પુરૂષાથ્ર કરે તે પામે ” ચર એટલે ચાલવું અને ભગ એટલે નસીબ, ભાગ્ય કે પારબ્ધ જે કહો તે.આ વાકય વાંચીને મને બીજા કેટલાક શબ્દો યાદ આવ્યાં. જેવા કે ધનવાન,ગુણવાન,રૂપવાન.આમ શાથી થયું ? કારણ ભગ ઉપરથી પણ એક ખૂબ જાણીતો શબ્દ બને છે.અને તે છે ભગવાન. આપણે સહુ જાણીએ છીએ કે ધનવાન એટલે ધન વાળો, ગુણવાન એટલે ગુણ વાળો અને રૂપવાન એટલે રૂપ વાળો તો પછી ભગવાન એટલે ભાગ્ય વાળો કે નસીબ વાળો એમ કહેવાય કે નહીં ?અને આ દુનિયામાં ભાગ્ય વગરનો કોઈ હોય ખરો ? કયાંતો સદભાગી હોય કે કયાંતો દુર્ભાગી હોય પણ દરેક વ્યકિત સાથે એનું ભાગ્ય સદા જોડાયેલું જ હોય છે.
એનો અર્થ એ થયો કે આપણે બધા ભગવાન જ કહેવાઇએ. સાચું પુછો તો કેવળ મનુષ્ય જ નહીં પરંતુ પાણી માત્ર અને વનસ્પતિ તથા જડ વસ્તુઓ સુધ્ધાં પોત પોતાનું નસીબ લઇને જ આવે છે.જુઓને અમેરીકામાં કૂતરાંને છોકરાં કરતાં પણ વધારે લાડ મળે છે અને આપણે ત્યાં એ બિચારા હડધૂત થાય છે. આ એમના નસીબની જ વાત છે ને ? ઝાડપાન વિશે પણ એવું જ છે, કોઇ છોડને બગીચામાં સરસ માવજત મળે તો કોઇ છોડને ઊંટ બકરાં પીંખી ખાય છે.અને જડ વસ્તુ માટે તો આપણે સહુ જાણીએ જ છીએ કે હીરો રાજાને માથે ચઢી બેસે છે અને ધૂળ બધાના પગ તળે રગદોળાય છે અને લોખંડ કરતા સોનું બધાને વધુ પિય છે. ભજનની પેલી પંકિત યાદ કરો “એક લોહા પૂજામે રાખત,એક ઘર બધિક પરો,પભુ મોરે અવગુન ચિત્ત ન ધરો” આ દ્રષ્ટિએ જોઇએ તો હું, તમે અને આ આખું જગત ભગવાન જ છે. તો પછી પાગલની જેમ અદ્રષ્ટ ભગવાનની શોધમાં સમય વિતાવવાની જરૂર ખરી ? છતાં મનમાં એક પશ્ન જરૂર ઉભો થાય છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેતો સર્વવ્યાપી સર્વશકિતમાન અને સર્વજ્ઞ કહેવાય છે.તો આમાનો એકે ગુણ આપણામાં છે ખરો ?
હા છે. જરૂર છે. જો આપણે જગતમાં રહેલા બધા જ પાણી,બધી જ વનસ્પતિ તથા બધી જ જડ વસ્તુઓનો સામુહિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ બધા જ ગુણો આપણામાં પણ છે. અહીં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપણે આખા જગતને એક અવિભાજય એકમ તરીકે જોઇએ તો આપણે બધા જ તેના અંગ છીએ એમ કહેવાય.જે વાતનું જ્ઞાન મને નથી તેનું જ્ઞાન તમને કે કોઇ બીજી વ્યકિતને હશે.અને સહકારથી એ જ્ઞાન મને પણ કામમાં લાગશે. દા.ત. ટેલીવીઝન કે વિમાન કે ટેલીફોનનું જ્ઞાન મને ભલે ન હોય પણ મને તેનો ઉપયોગ કરવાની શકિત સાંપડે જ છે. વળી એ વાત પણ સાચી છે કે આજ સુધીમાં આ જગતમાં ભૂગોળ,ખગોળ,ભૌતિક શાસ્ત્ર,તત્વજ્ઞાન વિગેરે વિગેરે વિવિધ વિષયોથી જેટલું પણ જ્ઞાન અને શકિત પગટ થયંા છે તે માનવ જાતની સામુહિક શકિતથી જ થયાં છે. અને તેમાં બીજા પાણી અને વનસ્પતિનો ફાળો જરાએ ઓછો નથી.અરે પાણી અને વનસ્પતિ તો શું પણ જડ ગણાતી વિવિધ ધાતુઓનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. જુઓને મારા આ વિચારો તમારી સમક્ષ રજુ કરવામાં જડ ગણાતા કોપ્યુટર અને પ્રીન્ટરનો ફાળો શું ઓછો છે ? એટલે જો આપણે સામુહિક દ્રષિ્ટથી વિચારીએ તો આપણે આ આખા દ્રષ્ટ જગત સાથે સર્વવ્યાપી, સર્વ શકિતમાન અને સર્વજ્ઞ ગણાઇએ.ભગવાન ગણાઇએ.મને તો લાગે છે કે
“ઇશાવાસ્યં ઇદં સવ્રં યત્ કિંચ જગત્યાં જગત”
એ ઉકિતમાં આ જ સત્યનું વિધાન છુપાયેલું છે.
હવે અહીં એક મુદ્દાની વાત સમજી લઇએ તો આપણે ભગવાન છીએ કે નહીં તે વાતનો ખુલાસો થઇ જાય. આપણા જીવનમાં બનતા બધા જ બનાવો વિશેની જવાબદારી આપણે પેલા અદ્રષ્ય ભગવાન ઉપર ઢોળી દઇએ છીએ અને કહેતા ફરીએ છીએ કે “ભગવાને જેવું ભાગ્ય આપ્યું તે ભોગવે જ છૂટકો એમાં આપણુ શું ચાલે.” આ વાત લાગે છે તો સાવ સાચી કે ભાગ્યમાં ભગવાને જે લખ્યું હોય તે ભોગવવું જ પડે પરંતુ આ ભાગ્યનો લેખક પેલો અદ્રષ્ય ભગવાન નહીં પણ આપણે જ છીએ.આપણા પૂર્વે કરેલા કર્મોથી જ આપણું ભાગ્ય ઘડાય છે.એ ઉપરથી સાબીત થાય છે ને કે આપણે જ ભગવાન છીએ ? ભાગ્ય એટલે કીધેલા કર્મોનું ફળ.અર્થાંત આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ તો પછી એની જવાબદારી આપણી જ કહેવાયને ?
જે માનવી સર્વવ્યાપી,સર્વજ્ઞ અને સર્વ શકિતમાન થવા ઇચ્છતો હોય તેણે બીજા બધાની સાથે એક જ શરીરના વિવિધ અંગોની જેમ સહકારથી રહેતા શીખવું જોઇએ. જો ડાબો પગ ઉત્તરમાં અને જમણો દક્ષિણમાં દોડે તો શું થાય? આપણી આજની સ્થિતી કઇક અંશે આવી જ છે. કોઇ પણ વ્યકિતનો સર્વતોમુખી વિકાસતો ત્યારે જ થાય કે જયારે તે બીજાઓ સાથે સહકારથી રહે.અને આવું તો તો જ બને કે જયારે તે વ્યકિત પોતાના મન અને બુધ્ધિને એક બીજાના સહકારથી ચાલતા શીખવે એટલે કે ત સ્થિતપ્રજ્ઞ થાય.આવા મનુષ્ય માટે ભગવાન કદી અદ્રષ્ય ન રહી શકે.
૨૬-૮-૦૪
Entry Filed under: ચિંતન લેખ. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Suresh Jani | February 10, 2007 at 12:59 pm
બહુ જ સરસ વિચાર ધારા. મારા વિચારોને વાચા આપી. માત્ર પુનર્જન્મની વાત ગળે ના ઉતરી.
મારા માનવા પ્રમાણે પુનર્જન્મની માન્યતા માણસને પાપભીરુ બનાવવા કોઇ બુધ્ધિશાળી વ્યક્તિએ શરુ કરી હશે. પણ આ માન્યતાનો અત્યંત દુરુપયોગ કરવામાં આવ્યો છે. જેણે જેવું પૂર્વ જન્મમાં કર્યું હોય તેનું ફળ તે આ જન્મમાં ભોગવે એમ તેનું અર્થ ઘટન કરીને આપણે આમૂહિક કરૂણા ગુમાવી દીધી છે.
વળી તે કાલ્પનિક આવતા જન્મની લ્હાયમાં હું આ જે અમૂલ્ય જીવન મળ્યું છે તેની પ્રત્યેક ક્ષણને માણવામાંથી ચૂકી જાઉં તો ભગવાનનો અપરાધ જ કરું છું